આગામી મહિને ભારતમાં લોન્ચ થઈ શકે છે શાઓમીનું Redmi લેપટોપ
Xiaomi ભારતમાં પોતાનું રેડમી લેપટોપ લઈને આવી શકે છે. આ ચીનમાં હાલ ઉપલબ્ધ છે અને તે જોવામાં Apple MacBook જેવું લાગે છે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની શાઓમી ભારતમાં પોતાના રેડમી બ્રાન્ડના લેપટોપને લોન્ચ કરવાની તૈયારીમાં છે. સ્લૈશલીકના એક રિપોર્ટ પ્રમાણે કંપની Xiaomi RedmiBook 14ને ભારતમાં જૂનમાં લોન્ચ કરશે.
પરંતુ કંપનીએ અત્યાર સુધી તે સ્પષ્ટ કર્યુ નથી અને ન તેના વિશે કોઈ સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે કંપની લેપટોપ લોન્ચ કરવા તૈયાર છે.
Xiaomi RedmiBook 14ની વાત કરીએ તો આ લેપટોપને ચીનમાં RMB 3,999 (લગભગ 42,720 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતમાં કંપની તેને 45,000 રૂપિયાની અંદર લોન્ચ કરી શકે છે.
લૉકડાઉન પીરિયડમાં વર્ક ફ્રોમ હોમમાં વધારો થયો છે અને તેવામાં લેપટોપની ડિમાન્ડ પણ વધશે. જરૂર કંપની તેનો લાભ મેળવવા પ્રયાસ કરશે. હાલમાં કંપનીએ વેક્યૂમ ક્લીનર પણ લોન્ચ કર્યું છે. ભારતમાં હવે શાઓમીએ અલગ અલગ ઝોન પ્રમાણે સામાન ડિલિવર કરવાનું શરૂ કરી દીધું છે.
Lockdown 4.0: આરોગ્ય સેતુ એપને લઇને સરકારે જાહેર કર્યા નવા દિશાનિર્દેશ
આ લેપટોપની ડિઝાઇન Apple MacBook Air સાથે મળતી આવે છે. ડિસ્પ્લે 14 ઇંચની છે અને તે Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. તેનું વજન 1.5 કિલો છે.
આ લેપટોપને Intel Core i5 અથવા Core i7 પ્રોસેસરની સાથે ખરીદી શકાય છે. તે 8GB રેમ અને 256GB/512GB SSD સ્ટોરેજની સાથે ઉપલબ્ધ છે. કંપનીએ દાવો કર્યો છે કે તે 10 કલાકનું બેટરી બેકઅપ આપશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube