નવી દિલ્હીઃ Xiaomi 30 સપ્ટેમ્બરે એક ગ્લોબલ ઇવેન્ટમાં Mi 10T સિરીઝની જાહેરાત કરવાની છે. ચાલી રહેલી અફવાઓ પ્રમાણે આ સિરીઝમાં ત્રણ સ્માર્ટફોન - Mi 10T Lite, Mi 10T અને Mi 10T Pro લોન્ચ થઈ શકે છે.  ટિપ્સ્ટર મુકુલ શર્મા અનુસાર કંપની Mi 10T સિરીઝને ભારતમા ઓક્ટોબરમાં લોન્ચ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટિપ્સ્ટરે દાવો કર્યો છે કે  Xiaomi Mi 10T સિરીઝ આ વર્ષએ વનપ્લસ 8Tની લોન્ચ ડેટની આસપાસ એન્ટ્રી કરી શકે છે. વનપ્લસ  8T 4 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ થવાનો છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે શાઓમી ઈન્ડિયા Mi 10T સિરીઝની લોન્ચ ડેટ વિશે જલદી જાણકારી આપશે. 


શાઓમી Mi 10T અને  Mi 10T Pro 5G ના સ્પેસિફિકેશન્સ
આ બંન્ને સ્માર્ટફોનમાં પંચ-હોલ ડિઝાઇનની સાથે 6.67 ઇંચની IPS LCD પેનલ આપવામાં આવી છે. ફોનની ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટ અને  20:9ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવશે. આ સિરીઝમાં પ્રોસેસર તરીકે સ્નૈપડ્રેગન 865 SoC ચિપસેટ લાગી છે અને તે 8 જીબી સુધી રેમની સાથે આવશે. બંન્ને સ્માર્ટફોનમાં 256GBની UFS 3.1 ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. 


Vivo ભારતમાં આગામી મહિને 44MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ કરશે V20 સ્માર્ટફોન!


ફોટોગ્રાફી માટે Mi 10Tમા ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ અને એક 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળશે. જો વાત કરીએ Mi 10T Proની તો તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો લાગ્યો છે. સેલ્ફી માટે બંન્ને સ્માર્ટફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. બેટરીની વાત કરીએ તો આ બંન્ને સ્માર્ટફોનમાં 33 વોટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000mAhની બેટરી આપવામાં આવી છે. 


Mi 10T Liteની જ્યાં સુધી વાત છે, તો તેની ડીટેલ સ્પેસિફિકેશન શીટ હજુ ઉપલબ્ધ નથી. આશા કરવામાં આવી રહી છે કે તે ફોન સ્નૈપડ્રેગન 750G પ્રોસેસર અને  4,820mAhની બેટરી સાથે આવી શકે છે. કંપની Mi 10 Liteને કાલે એટલે કે 30 સપ્ટેમ્બરે લોન્ચ કરશે કે નહીં તેના પર પણ હજુ કંઈ કહી શકાય નથી. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube