નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) ઇન્ડીયન માર્કેટમાં 21 ઓગસ્ટને વધુ એક ધાંસૂ સ્માર્ટફોન Mi A3 લોન્ચ કરવા જઇ રહી છે. કંપની આ પહેલાં બીજા દેશોમાં લોન્ચ કરી ચૂકી છે. આ ફોન સ્ટોક એડ્રોઇડવાલો સ્માર્ટફોન હશે. તમને જણાવી દઇએ કે શાઓમી દ્વારા Mi A સીરીઝના સ્માર્ટફોન  MIUI ની જગ્યાએ સ્ટોરક એંડ્રોઇડ આપવામાં આવે છે. સૌથી પહેલાં કંપની દ્વારા તેને સ્પેનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂંક સમયમાં લોન્ચ થશે Redmi Note 8, હોઇ શકે છે 64MP નો કેમેરો, જાણો અન્ય ફીચર્સ


બે વેરિએન્ટમાં આવશે નવો ફોન
જાણકારોનું કહેવું છે કે શાઓમી દ્વારા નવા Mi A3 ને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. તેના 4 જીબી રેમવાળા વેરિએન્ટમાં 64 જીબી મેમરી હોઇ શકે છે, તો બીજી તરફ 6 જીબી રેમવાળા વેરિએન્ટમાં 128 જીબી મેમરીની આશા છે. 4 જીબી રેમવાળા ફોનની કિંમત 14,999 રૂપિયા હોવાની આશા છે, તો બીજી તરફ 6 જીબી રેમવાળો સ્માર્ટફોન 16,999 રૂપિયામાં મળી શકે છે. લોન્ચિંગ બાદ આ ફોનને તમે અમેઝોન પરથી ખરીદી શકો છો. 

Paytm યૂઝર્સ માટે જરૂરી સમાચાર, આ એક ભૂલથી ખાલી થઇ જશે તમારું એકાઉન્ટ


અમેઝોન ઇન્ડીયા પર થયું લિસ્ટિંગ
આ ઉપરાંત ફોનને શાઓમી ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોર પરથી પણ ખરીદી શકો છો. કંપનીએ અમેઝોન ઇન્ડીયા પર ફોનની લિસ્ટિંગ કરી દીધી છે. લિસ્ટિંગ અનુસાર આ ત્રણ કલર વેરિએન્ટ More than White, Kind of Grey અને Not Just Blue માં ઉપલબ્ધ હશે. આ ફોનમાં એંડ્રોઇડ 9 પાઇ આપવામાં આવશે. તેમાં 6.1 ઇંચની એચડી પ્લસ સ્ક્રીન હશે. આ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર પણ આપવામાં આવશે. 

લોન્ચ પહેલા Realme 5 Proને લઈને મોટો ખુલાસો, જાણો તેના ખાસ ફીચર્સ


ફોટોગ્રાફીના શોખીન લોકો માટે Mi A3 માં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેમાંથી એક 48 MP, બીજો 8 MP અને ત્રીજો 2 MPનો છે. સેલ્ફી માટે તેમાં સિંગલ કેમેરા છે. આ પ્રકારે ફોનમાં કુલ ચાર કેમેરા આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં ક્વોલકેમ સ્નૈપડ્રૈગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે.