સેકેન્ડ હેન્ડ ફોનની ડિમાન્ડ, શાઓમી-એપલ અને સેમસંગ ટોપ પર
તેવા ઘણા યૂઝરો છે જે પોતાનો જૂનો સ્માર્ટફોન વેંચી નાખે છે અને તેવા સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદનાર લોકો પણ ઘણા છે. લેટેસ્ટ સર્વેમાં સામે આવ્યું કે સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોનના માર્કેટમાં શાઓમી ટોપ પર છે અને ત્યારબાદ સેમસંગ અને એપલ આવે છે.
નવી દિલ્હીઃ સેકેન્ડ હેન્ડ અને રિફર્બિશ્ડ ફોનની પણ મોટી માર્કેટ છે અને હવે એક અભ્યાસમાં સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોન માર્કેટમાં ટોપ પર રહેલી કંપનીઓનો ડેટા સામે આવ્યો છે. એપલ, સેમસંગ અને શાઓમી આ માર્કેટમાં ગ્રાહકોની પસંદ રહ્યાં છે. રિ-કોમર્સ કંપની Cashify તરફથી આશરે 10 લાખ યૂઝરોની સાથે સર્વે કરવામાં આવ્યો છે. ત્યારબાદ ડેટા શેર કરવામાં આવ્યો છે.
કેશિફાઇના સર્વેમાં સામે આવ્યું છે કે 2019 દરમિયાન સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોનના માર્કેટમાં શાઓમી ટોપ પર રહ્યું. શાઓમીના શેર 27 ટકા રહ્યાં અને ત્યારબાદ બીજા નંબર પર 16-16 ટકાના શેરની સાથે સેમસંગ અને એપલ રહ્યાં હતા. સેકેન્ડ હેન્ડ માર્કેટમાં મોટોરોલાનો માર્કેટ શેર 12 ટકા, વીવોનો શેર 5 ટકા અને વનપ્લસ-ઓપ્પોનો માર્કેટ શેર 4-4 ટકા રહ્યો છે.
ખુબ વેંચાઇ છે જૂના આઈફોન
સર્વે કરનારી કંપની કેશિફાઇના કો-કાઉન્ડર અને સીઓઓ નકુલ કુમારે કહ્યુ, સામાન્ય રૂપથી સેકેન્ડ હેન્ડ માર્કેટમાં પણ નવા સ્માર્ટફોન માર્કેટ જેવા જ ટ્રેન્ડ્સ અને રિઝલ્ટ જોવા મળે છે. તેમણે કહ્યુ, પરંતુ મોટુ અંતર આ માર્કેટમાં એપલની ડિવાઇસને લઈને જોવા મળે છે કારણ કે આ એક પ્રીમિયમ બ્રાન્ડ છે અને ભારતીય ખરીદદારો સેકેન્ડ હેન્ડ આઈફોન ખરીદવો પણ ખુબ પસંદ કરે છે.
Lava Z61 Pro 'મેડ ઇન ઈન્ડિયા' ફોન લોન્ચ, કિંમત 6 હજારથી પણ ઓછી
દિલ્હીમાં સૌથી વધુ સેલ
સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોનના સૌથી મોટા માર્કેટની વાત કરીએ તો 18 ટકા શેરની સાથે દિલ્હી ટોપ પર છે. આ સિવાય 13 ટકા શેરની સાથે મુંબઈ, 12 ટકા માર્કેટ શેરની સાથે બેંગલુરૂ અને 7 ટકા માર્કેટ શેર હૈદરાબાદનો રહ્યો અને આ શહેર સૌથી ઝડપી વધતી રી-કોમર્સ માર્કેટ છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે 2018-2019માં આશરે 1.4 કરોડ રિફર્બિશ્ડ અને સેકેન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદવામાં આવ્યા અને આ માર્કેટ ઝડપથી મોટુ થઈ રહ્યું છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube