નવી દિલ્હીઃ શાઓમી (Xiaomi) નો નવો ફોન આવી રહ્યો છે. આ સ્માર્ટફોન  Redmi 10 Prime છે. રેડમી 10 સ્માર્ટફોન 3 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે. શાઓમીએ સોમવારે આ ટીઝ કર્યું છે. શાઓમીના ડેડિકેટેડ માઇક્રોસાઇટ દ્વારા પોતાના આવનારા સ્માર્ટફોનના કેટલાક મુખ્ય ફીચર્સનો ખુલાસો કરવામાં આવ્યો છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Redmi 10 Prime પાછલા સપ્તાહે ચીનમાં લોન્ચ થયેલા Redmi 10 નું રીબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. રેડમીનો આ નવો સ્માર્ટફોન એડોપ્ટિવ રિફ્રેશ રેટની સાથે પંચ-હોલ ડિસ્પ્લે અને ઓલ-ન્યૂ MediaTek Helio પ્રોસેસરની સાથે આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi India એકાઉન્ટે યૂઝર નેમ બદલ્યું
શાઓમીએ ટ્વિટર પર પોતાના Redmi India એકાઉન્ટનું યૂઝર નેમ બદલી નાખ્યું છે. શાઓમીએ યૂઝર નેમની જગ્યા પર 10 અલગ-અલગ પ્રાઇમ નંબર્સ લખ્યા છે, જેનાથી Redmi 10 Prime ના લોન્ચિંગના સંકેત મળે છે. ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ પોસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં માઇક્રોસાઇટની લિંક આપવામાં આવી છે. માઇક્રોસાઇટમાં ટાઇમર પણ આપવામાં આવ્યું છે, જેનાથી ખ્યાલ આવે છે કે Redmi 10 Prime સ્માર્ટફોન 3 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકે લોન્ચ થશે. 


આ પણ વાંચો- JioPhone Next માર્કેટમાં મચાવશે ધમાલ, જાણીલો ફોનની કિંમત અને ફીચર્સ


આટલી હોઈ શકે છે ફોનની કિંમત
માઇક્રોસાઇટમાં Redmi 10 Prime સ્માર્ટફોનના કેટલાક મુખ્ય ફીચર્સને ટીઝ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન પંચ-હોલ ડિઝાઇન, એડોપ્ટિવ રિફ્રેશ રેટ અને ડ્યૂલ માઇક્રોફોન્સની સાથે આવી શકે છે. પાછલા સપ્તાહે Redmi 10 Prime સ્માર્ટફોનનો મોડલ નંબર 21061119BI ની સાથે બ્લૂટૂથ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ (બ્લૂટૂથ SIG) સાઇટમાં જોવા મળ્યો હતો. હાલ Redmi 10 Prime ની કિંમતમાં ખુલાસો થયો નથી. પરંતુ તેની કિંમત Redmi 10 ની ગ્લોબલ કિંમતની આસપાસ હોઈ શકે છે. Redmi 10 ના 4 જીબી રેમ અને 64જીબી સ્ટોરેજની કિંમત 179 ડોલર (આશરે 13300 રૂપિયા) છે. તો 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 199 ડોલર (14800 રૂપિયા) છે. જ્યારે 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 219 ડોલર (આશરે 16600 રૂપિયા) છે. 


આ પણ વાંચોઃ Reliance Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે 21GB ડેટા અને ફ્રી કોલિંગ


ફોનમાં હશે 50 મેગાપિક્સલનો મેન કેમેરો
Redmi 10 Prime સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફુલ  HD+ ડિસ્પ્લે આવી શકે છે. ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1080X2400 પિક્સલ હોઈ શકે છે. સ્માર્ટફોનના રિયરમાં ક્વાડ કેમેરા સેટઅપ હશે. ફોનના બેકમાં મેન કેમેરો 50 મેગાપિક્સલનો હોઈ શકે છે. આ સિવાય ફોનના બેકમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર હશે. ફોનના ફ્રંટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube