નવી દિલ્હી: ચીનની ટેક્નોલોજી કંપની Xiaomi 29 સપ્ટેમ્બરના રોજ ભારતમાં પોતાના લેટેસ્ટ Mi Smart Band 5 ને લોન્ચ કરવા જઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેન્ડનો સેલ અમેઝોન ઉપરાંત શાઓમીની વેબસાઇટ અને મી હોમ સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ હશે. તમને જણાવી દઇએ કે Mi Smart Band 5 ને આ વર્ષે જૂનમાં ચીનના માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો હતો. Mi Smart Band 5 માં 1.1 ઇંચ કલર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mi Smart Band 5 ને Xiaomi ના સ્માર્ટર લિવિંગ વર્ચુઅલ ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ દરમિયાન બીજા ઘણા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઇસિસ પરથી પડદો ઉઠાવી શકે છે. ભારતમાં Mi Smart Band 5 ની કિંમત કેટલી હશે? તેનો ખુલાસો તો લોન્ચ ઇવેન્ટમાં થશે. પરંતુ ચીની માર્કેટ Mi Smart Band 5 ના સ્ટાન્ડર્ડ વર્જન CNY 189 (લગભગ 2000 રૂપિયા) અને એનએફસી વેરિએન્ટને CNY 229 (લગભગ 2500 રૂપિયા)માં વેચવામાં આવે છે. સ્માર્ટ બેન્ડ બ્લેક, બ્લૂ, પિંક, ઓરેન્જ, યલો અને ગ્રીન કલરની સ્ટ્રૈપ સાથે આવે છે. 


Mi Smart Band 5 માં 1.1 ઇંચ કલર્ડ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 100 નવા એનિમેટેડ વોચ ફેસ છે. ફિટનેસ ટ્રેકમાં હવે 11 સ્પોર્ટ્સ મોડ છે. આ પરસન એક્ટિવિટી ઇંટેલિજેંસ (PAI) એક્ટિવિટી ઇંડેક્સ સાથે આવે છે જે યૂઝર્સને ફિટનેસ એક્ટિવિટીને સારી રીતે સમજવા અને ટ્રેક કરવામાં મદદ કરે છે. Xiaomi એ દાવો કર્યો છે કે સ્લીપ મોનિટરિંગની સટિકતા પહેલાંની તુલનમાં 40 ટકા સારી થઇ છે. 


Mi Smart Band 5 માં હાર્ટ રેટ સેન્સર આપવામાં આવ્યું છે, તેમાં સ્ત્રીઓ માટે એક અલગ હેલ્થ મોડ છે. યૂઝર્સને ફિટનેસ બેન્ડમાં સોશિયલ મીડિયા નોટિફિકેશન્સ, મ્યૂઝિક કંટ્રોલ, ઇનકમિંગ કોલ્સ, ટેકસ્ટ અને વેધર અપડેટ મળશે. આ ઉપરાંત નવો રિમોટ કંટ્રોલ કેમેરાનું ફીચર આવ્યું છે. જે યૂઝર્સને સ્માર્ટફોન વડે ફોટો પાડવામાં મદદ કરે છે. સ્માર્ટબેન્ડ બિલ્ટ ઇન માઇક્રોફોન સાથે આવે છે જેથી વોઇસ કમાન્ડ આપવામાં આવી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube