નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની શાઓમી આ મહિને ભારતમાં Redmi Note 9 સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ મીડિયાને આમંત્રણ મોકલવાનું શરૂ કરી દીધું છે. 12 માર્ચે આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi મોકલવામાં આવેલા આમંત્રણમાં 9 લખવામાં આવ્યા છે અને નીચે Noteની સાથે ProCameraMaxPeroformance નો હેશટેગ આપવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં ચાર કેમેરા જોવા મળી રહ્યાં છે જે સ્ક્વોયર શેપ્ડ મોડ્યૂલમાં છે. 


Xiaomi Indiaના હેડ મનુ કુમાર જૈને પણ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં સ્માર્ટફોનનું પોસ્ટર છે. અહીં તેમણે લખ્યું છે કે આ વર્ષનો મોસ્ટ અવેટેડ ફોન છે અને આગામી Redmi Note 12 માર્ચે લોન્ચ થઈ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર