Yhoo Lay Off: હાલના દિવસમાં કર્મચારીઓ માટે રોજે રોજ ખરાબ સમાચાર આવી રહ્યા છે. અનેક લોકોની નોકરી જાય છે. છટણી કરનારાઓમાં મોટી મોટી અને મલ્ટીનેશનલ કંપનીઓ પણ સામેલ છે. હવે જે કંપનીનું નામ આ યાદીમાં જોડાઈ રહ્યું છે તેનું નામ Yahoo છે. યાહુ પણ હવે પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાહુ એવી કંપનીઓમાં સામલ છે જેણે ઈન્ટરનેટના શરૂઆતના સમયમાં પોતાની જગ્યા બનાવી હતી. હવે યાહુ અનિશ્ચિત વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે ખર્ચાોમાં કાપ કરવા માટે મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની છે. બ્લૂમબર્ગ મુજબ કંપની લગબઘ 1000 લોકોની છટણી કરશે જ તેના કાર્યબળના લગભગ 12 ટકા છે. એવી પણ જાણકારી સામે આવી છે કે કંપની આ અઠવાડિયા સુધીમાં ઈમેઈલ મોકલી દેશે. 


છટણી
કંપનીના એક પ્રવક્તાએ એમ પણ જણાવ્યું કે અપોલો ગ્લોબલ મેનેજમેન્ટના સ્વામિત્વવાળી કંપની  2023ના અંત સુધીમાં યાહુમાં વ્યવહાસિયક જાહેરાત ટેક્નિકલ શાખા માટે લગભગ 50 ટકા કે 20 ટકાથી વધુ વર્કફોસ ઓછી કરશે. યાહુના સીઈઓ જિમ લેનજોને હાલમાં જ કહ્યું હતું કે કર્મચારીઓને ટ્રીમ કરવાનો નિર્ણય યાહુની સમગ્ર લાભપ્રદત માટે ખુબ ફાયદાકારક રહેશે. 


સુરતની વિદ્યાર્થીનીઓએ કાઠું કાઢ્યું, પ્રજ્ઞાચક્ષુઓને ખતરાથી એલર્ટ કરતું મશીન બનાવ્યુ


અપડેટ કરવું છે બાળકોનું આધાર કાર્ડ ? અહીં જુઓ સૌથી આસાન રીત, 2 મીનિટમાં જ ઘરબેઠા થશે


WhatsApp New Feature: વોટ્સઅપની આ સુવિધા જોઈને તમે ગૂગલ મીટ અને ઝૂમને પણ ભૂલી જશો


નોકરી
બીજી બાજુ યાહુનું કહેવું છે કે કંપની ખુબ પ્રોફિટેબલ છે અને નોકરીમાં કાપ જાહેરાત  બજારમાં પરેશાનીની જગ્યાએ ડિવિઝનના પુર્નગઠનના કારણે થઈ છે. પુર્નગઠન યોજનાના એક ભાગ તરીકે યાહુ જેમિની નામના પોતાના જાહેરાત પ્લેટફોર્મને બંધ કરી દેશે. બીજી તરફ એક જાહેરાત પ્લેટફોર્મ Taboola ને કામ આઉટસોર્સ કરશે જેણે હાલમાં જ યાહુ સાથે ભાગીદારી કરી છે. કંપની કથિત રીતે પોતાના જાહેરાત કારોબારને પણ બંધ કરી દેશે. જેને તેનો એસએસપી કે સપ્લાય સાઈડ પ્લેટફોર્મ કહે છે. 


જોબ
અત્રે જણાવવાનું કે યાહુ અગાઉ પણ અનેક કંપનીઓ છટણી કરી ચૂકી છે. મોટાભાગની કંપનીઓએ છટણી માટે વર્તમાન મેક્રોઈકોનોમિક સ્થિતિઓને જવાબદાર ઠેરવી છે. આ સાથે જ કોવિડ 19 મહામારીના છેલ્લા બે દાયકામાં કરાયેલી ઓવરહાયરિંગને પણ એક કારણ ગણ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube