નવી દિલ્લીઃ યામાહાએ તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર EMF લોન્ચ કર્યું છે. જે ગોગોરો સાથે ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 2019માં EC-05 સાથે ઈલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં પ્રવેશ કર્યા પછી આ કંપનીનું બીજું ઈલેક્ટ્રિક સ્કૂટર છે. માત્ર યામાહા (Yamaha) જ નહીં, હીરો મોટોકોર્પે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે ગોગોરો સાથે ભાગીદારી કરી છે. ઓટોમેકરે કેટલાક ફાયદાઓને ધ્યાનમાં રાખીને ગોગોરો સાથે ભાગીદારી કરી છે. જેમાં બેટરી સ્વેપિંગ સ્ટેશન માટે મજબૂત નેટવર્ક અને બેટરીના વધુ સારા આર્કિટેક્ચરનો સમાવેશ થાય છે. આ બંને કંપનીઓ માટે નફાકારક સોદો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈટ બ્લુ, ડાર્ક ગ્રીન અને ડાર્ક બ્લેકમાં ઉપલબ્ધ છે-
યામાહા EMF કંપની માટે સ્ટાઈલના નવા યુગની શરૂઆત કરે છે. ડિઝાઈન, દેખાવ અને ટેક્નોલોજીના સંદર્ભમાં તે અન્ય યામાહા સ્કૂટર્સથી અલગ છે. કંપનીએ આ સ્કૂટરને લાઈટ બ્લુ, ડાર્ક ગ્રીન અને ડાર્ક બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવ્યું છે. જો આપણે ફીચર્સ પર નજર કરીએ તો તેમાં ફ્લેટ ફ્રન્ટ એપ્રોન, LED હેડલાઈટ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, યુનિક સ્ટાઈલ LED લાઈટ્સ અને સિંગલ-પીસ સીટ આપવામાં આવી છે. આ સિવાય કેટલીક વસ્તુઓ રાખવા માટે ફ્લોરબોર્ડ પર એક નાનું સ્ટોરેજ બોક્સ આપવામાં આવ્યું છે. આ સ્કુટરની (Scooter) કિંમત લગભગ 2.77 લાખ રૂપિયા છે.


Electric Vehicles: ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો? આ છે સરકારની પોલિસી અને તૈયારી..


સ્કુટરમાં છે જોરદાર પાવર-
આ એક કનેક્ટેડ ઈલેક્ટ્રીક સ્કુટર છે, જેના સાથે ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ, ટર્ન બાય ટર્ન નેવિગેશન અને લાસ્ટ પાર્કિંગ લોકેશન જેવી સુવિધાઓ મળે છે. યામાહા EMF ઈલેક્ટ્રિક મોટર અને બેટરી પેક સાથે જોડાયેલું છે જે 110.30 PS પાવર અને 26 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. 3.5 સેકન્ડમાં આ સ્કૂટર 0-50 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. બેટરી સ્કૂટરમાંથી અલગ થઈ જાય છે અને અહીંથી જ ગોગોરો સુવિધાઓ શરૂ થાય છે. આગળના ભાગમાં ફોર્ક અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોક એબ્સોર્બર્સ આપવામાં આવ્યા છે. બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે જે કોમ્બી બ્રેકિંગ સાથે આવે છે.
 


1 લીટર પેટ્રોલમાં 80 KM દોડે છે રેટ્રો લુકવાળું Honda નું આ શાનદાર સ્કૂટર