1 લીટર પેટ્રોલમાં 80 KM દોડે છે રેટ્રો લુકવાળું Honda નું આ શાનદાર સ્કૂટર

હોન્ડા જિઓર્નો (Honda Giorno) ની સાથે 50 cc એર-કૂલ્ડ 4-સ્ટ્રોક એન્જિન દ્વારા આપવામાં આવ્યું છે જે 4.5 PS અને 4.1 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે તે 80 kmpl સુધીની માઈલેજ ધરાવે છે, જ્યારે તેની ફ્યુઅલ ટાંકી 4.5 લિટરની છે જે પેટ્રોલ ભરાઈ જાય પછી તેને 350 કિમી સુધી લઈ જાય છે.

1 લીટર પેટ્રોલમાં 80 KM દોડે છે રેટ્રો લુકવાળું Honda નું આ શાનદાર સ્કૂટર

નવી દિલ્હીઃ હોન્ડાએ જાપાનમાં અપડેટેડ જિઓર્નો સ્કૂટર લોન્ચ કર્યું છે જે જોવામાં ખૂબ જ સુંદર છે.  50 સીસીના આ સ્કૂટરને મામૂલી ફેરફારો ઉપરાંત ઘણા એવા નવા રંગોમાં રજૂ કરવામાં આવ્યું છે. રોજિંદા ઉપયોગ માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ગોળ હેડલાઇટ અને રેટ્રો ડિઝાઇન સિવાય કર્વી બોડી ડિઝાઇન સાથે આવ્યું છે. તેનું વજન માત્ર 81 કિગ્રા છે અને તેની સીટની ઊંચાઈ 720 mm છે. જેનો ઉપયોગ કરિયાણા અથવા રોજિંદા ઉપયોગ માટે ખૂબ જ સરળતાથી કરી શકાય છે.

તેની માઈલેજ 80 kmpl સુધી
હોન્ડા જિઓર્નો (Honda Giorno) ની સાથે 50 cc એર-કૂલ્ડ 4-સ્ટ્રોક એન્જિન દ્વારા આપવામાં આવ્યું છે જે 4.5 PS અને 4.1 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે તે 80 kmpl સુધીની માઈલેજ ધરાવે છે, જ્યારે તેની ફ્યુઅલ ટાંકી 4.5 લિટરની છે જે પેટ્રોલ ભરાઈ જાય પછી તેને 350 કિમી સુધી લઈ જાય છે.

એનાલોગ ડાયલ અને નાના ડિજિટલ ઇનસેટ
ફીચર્સ વિશે વાત કરીએ તો, એનાલોગ ડાયલ સાથે હોન્ડા જિઓર્નો અને નાના આકારના ડિજિટલ ઇનસેટ, હેલોજન ઇલ્યુમિનેશન અને 12V નું યુએસબી સોકેટ પણ આપવામાં આવ્યું છે. તેની અંડરપિનિંગ પણ ખૂબ જ સરળ છે. અહીં તમને આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોક્સ મળે છે, ઉપરાંત બંને વ્હીલમાં ડ્રમ બ્રેક્સ મળે છે.

કિંમત જાપાની યેનમાં 2,09,000 છે (ભારતમાં આશરે રૂ. 1.34 લાખ)
હોન્ડાએ હાલમાં જિયોર્નો સ્કૂટર માત્ર જાપાન માટે જ બનાવ્યું છે અને કંપનીએ ભારતમાં તેના લોન્ચને લઈને હજુ સુધી કોઈ પ્લાન બનાવ્યો નથી. તેની કિંમત જાપાનીઝ યેનમાં 2,09,000 છે, જે ભારતમાં લગભગ 1.34 લાખ રૂપિયા થાય છે. જે હરીફાઈની સરખામણીમાં ઘણું છે, તાજેતરમાં લોન્ચ થયેલા યામાહા એરોક્સ 155 પણ આના કરતા સસ્તું છે. જો કે આ સ્કૂટરને જાપાનીઝ માર્કેટ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં તેની કિંમત 50 સીસી સ્કૂટર પ્રમાણે ઘણી વધારે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news