નવી દિલ્હીઃ  જાપાની કંપનની યામાહાએ પોતાનું ત્રણ ટાયરવાળું Yamaha Tricity Scooterનું અપડેટ વર્ઝન લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટર જોવામાં એકદમ અલગ છે. આ સ્કૂટરનો લૂક એટલો જોરદાર છેકે દરેકને આકર્ષે છે. આવો જાણીએ આની ખાસિયત..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યામાહાએ 2014માં જાપાનમાં પોતાનું પહેલું ટ્રાયસિટી સ્કૂટર લોન્ચ કર્યું હતું. આમાં ટ્રાયસિટી 125 અને ટ્રાયસિટી 155 બે મોડલ લોન્ચ થયા હતા. સામાન્ય રીતે તમે સ્કૂટરમાં પાછળ બે ટાયર જોયા હશે પરંતુ આ સ્કૂટરમાં આગળ બે ટાયર છે.


સ્કૂટર સ્પોર્ટી લૂકમાં છે. જોકે કંપનીએ આને સિમ્પલ રાખ્યું છે. આ સ્કૂટર્સમાં ઑલ એલઈડી સેટઅપ એટલે કે, LED હેડલાઈટ, LED ડીઆરએલ અને LCD સેન્ટ્રલ કન્ટ્રોલ કંપનીએ આપ્યું છે.


સિંગલ સીટની સાથે આ સ્કૂટર્સમાં ઈંટીગ્રિટેડ ગ્રેબ રેલ પણ આપવામાં આવ્યું છે. જેની મદદથી પાછળ બેસવું સહેલું છે. ટ્રાયસિટી સ્કૂટર્સમાં આગળ 14 ઈંચનું એલોય વ્હીલ મળે છે અને પાછળ 13 ઈંચનું.


આ પણ વાંચોઃ દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, આ છે JIO નો સૌથી સસ્તો પ્લાન


આ સ્કૂટર્સના ફ્રન્ટ વ્હીલથી સહેલાયથી ટિલ્ટ હોવાના કારણે આને ઘૂમાવવું પણ સરળ બનશે. કૉર્નર પર સહેલાયથી ટર્ન કરાવી શકાય છે. આ સ્કૂટરમાં કીલેસ એન્ટ્રી અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવા ફીચર્સ પણ કંપની આપે છે.


આ સ્કૂટર્સની કિંમતની વાત કરીએ તો જાપાનમાં ટ્રાયસિટી 125ની શરૂઆતની કિંમત 4,95,000 યેન એટલે કે લગભગ 3.10 લાખ રૂપિયા છે. ટ્રાયસિટી 155નની કિંમત 5,56,500 યેન એટલે કે લગભગ 3.54 લાખ રૂપિયા છે. આ સ્કૂટર્સ ભારતીય માર્કેટમાં ક્યારે આવશે તે વિશે કોઈ આધિકારીક જાણકારી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube