મોબાઇલ નંબરની માફક હવે ગાડીના નંબરની પણ થશે પોર્ટેબિલિટી, સરકારનો મોટો નિર્ણય
સૌથી પહેલાં તમારે તમારી જૂની ગાડી સરેંડર કરવી પડશે. વાહન નંબર પોર્ટેબિલિટી બાદ તમે તમારી જૂની ગાડી ચલાવી શકશો નહી. નંબર પોર્ટેબિલિટીની સુવિધા ત્યારે જ મળશે જ્યારે નવી અને જૂની ગાડીના માલિક એક જ હોય અને તેના માટે તમારે કિંમત પણ ચૂકવવી પડશે.
વિનોદ મિશ્રા/ નવી દિલ્હી: મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની માફક હવે વાહનોના નંબરની પણ પોર્ટેબિલિટી કરી શકાશે. એટલે કે જો તમે તમારી જૂની ગાડીનો નંબર જ રાખવા માંગો છો તો નવી ગાડીની નંબર પ્લેટ પર તે જ નંબર આવશે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ નિર્ણય લીધો છે. લખનઉમાં મંગળવારે થયેલી કેબિનેટ બેઠકમાં 8 પ્રસ્તાવો પર મોહર લગાવી, તેમાંથી એક વાહન નંબર પોર્ટિબિલિટી પણ છે. જો તમે ઇચ્છો છો કે તમારી જૂની ગાડીનો નંબર જ નવી ગાડી પર હોય તો તેના માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
ટેક્સ ભરો અને તમને મળશે PM મોદીની સાથે ચા પીવાની તક, જાણો કેવી રીતે
જૂની ગાડી કરવી પડશે સરેંડર
સૌથી પહેલાં તમારે તમારી જૂની ગાડી સરેંડર કરવી પડશે. વાહન નંબર પોર્ટેબિલિટી બાદ તમે તમારી જૂની ગાડી ચલાવી શકશો નહી. નંબર પોર્ટેબિલિટીની સુવિધા ત્યારે જ મળશે જ્યારે નવી અને જૂની ગાડીના માલિક એક જ હોય અને તેના માટે તમારે કિંમત પણ ચૂકવવી પડશે. ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટે તેના માટે બાકીની ફી ચૂકવીને વાહન નંબર પોર્ટ કરાવી શકો છો. તેના માટે મોટર નિયમાવલીની કલમ 51 માં ફેરફાર કરવામાં આવશે.
ગુરૂવારે RBI જાહેર કરશે ક્રેડિટ પોલિસી, વ્યાજ દરોમાં થઇ શકે છે ઘટાડો
ગાડી મુજબ અલગ હશે કિંમત
એટલું જ નહી જો તમે તમારી ગાડી માટે VVIP અથવા ઇન્ટરેસ્ટિંગ નંબર લેવા માંગો છો તો તેના માટે અલગ-અલગ કિંમત નક્કી કરી છે. હવે તેની ફીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફી ટૂ વ્હીલર અને 4 વ્હીલર માટે અલગ હશે. તેમાં ફોર વ્હીલરમાં 1 લાખ, 50 હજાર, 25 હજાર અને 15 હજારની ચાર તબક્કામાં હશે. ટૂ વ્હીલર માટે 20 હજાર, 10 હજાર, પાંચ હજાર અને 3 હજાર શુલ્ક હશે.
Vodafone એ લોન્ચ કર્યો 229નો ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા અને આ સુવિધાઓ
ટ્રાફિક નિયમ તોડવા પર હવે વધુ દંડ
કેબિનેટે મોટર વ્હીકલ અધિનિયમ 1988 ની કલમ 200 હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન પર દંડ વધારવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ મોટર વ્હીકલ અધિનિયમ 200ની કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ વિનાની ગાડી પર દંડ 300 થી વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ લાઇસન્સ નહી હોય તો 500 રૂપિયાના બદલે 1000 રૂપિયા દંડ થશે. મોબાઇલ પર વાત કરતાં-કરતાં ગાડી ચલાવતાં 500ના બદલે હવે 1000 રૂપિયા દંડ થશે. તો બીજી તરફ હેલમેટ પહેર્યું નહી હોય તો 500 ના બદલે 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રીનું મોટું નિવેદન, ટૂંક સમયમાં 5G થશે ઇન્ડીયા
UP મેટ્રો રેલ કોર્પોરેશનનું થશે ગઠન
કેબિનેટ બેઠકમાં પ્રદેશના બધા મહાનગરોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અથવા રેલ આધારિત માસ રેપિડ ટ્રાંજિટ સિસ્ટમ પ્રોજેક્ટના અમલ માટે યૂપી મેટ્રો રેલ કોર્પોરેશનની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.