ફોટો શેરીંગ એપ ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી તમે ફોટો અને વીડિયો શેર કરતા આવ્યા છો. ટૂંક સમયમાં તમે આ એપ દ્વારા શોપિંગ પણ કરી શકશો. ભારતમાં ઇંસ્ટાગ્રામ યૂજર આગામી વર્ષથી શોપિંગ કરી શકશો. આ શરૂઆત એક ટાઇપ અપ મોડલમાં થશે. આ મામલે સંકળાયેલા ચાર લોકોએ આ વાતની જાણકારી આપી છે. શરૂમાં કોઇ ફોટોની આગળ બાય બટન હશે જેને ટેપ કરતાં યૂજર કોઇ વિક્રેતાની વેબસાઇટ પર પહોંચી જશે જ્યાં ખરીદી શકાશે. પછી ઇંસ્ટાગ્રામ પર યૂજર સીધી ખરીદી કરી શકશો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE: 7th Pay Commission: કર્મચારીઓની મોટી જીત, સરકારે સ્વિકારી આ માંગ


ઉપયુક્ત ચારેયામાંથી એકે કહ્યું હતું કે આગામી વર્ષના મધ્યથી ઇંસ્ટાગ્રામ પ્લેટફોર્મ પર buy બટન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યૂઝરને પ્રોડક્ટને પેજ પર રિડાયરેક્ટ કરી દેશે. તેમનું કહેવું છે કે જ્યારે પેમેંટ અને અન્ય પાસાઓ પર કંપની કામ પુરૂ કરી લેશે તો યૂઝર સીધો ઇંસ્ટાગ્રામ પર ખરીદી કરી શકશે. 


ઓનલાઇન ફેશન બજાર લગભગ 4 અરબ ડોલરનો
ઇંસ્ટાગ્રામની શોપિંગ બિઝનેસમાં ત્યારે પ્રવેશ કરી રહી છે જ્યારે તેની મૂળ કંપની ફેસબુક અને સર્ચ એંજીન ગૂગલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે કમર કસી રહી છે. ઈ-કોમર્સ પર નજર રાખનાર વિશેષજ્ઞોનું કહેવું છે કે ઇંસ્ટાગ્રામ પર ખરીદી બ્રાંડના ઉત્પાદનનું વેચાણ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મને વધુ મજબૂતી પ્રદાન કરશે. પરંતુ સાથે જ ભવિષ્યમાં ફેશન પ્લેટફોર્મ માટે પડકાર પણ ઉભો કરી શકે છે. હાલ ભારતમાં 80 ટકા ઓનલાઇન ફેશન બજારમાં લગભગ 4 અરબ ડોલરનો છે, જેના પર ફ્લિપકાર્ટ-મિંત્રા અને અમેઝોનનો કંટ્રોલ છે.

ગુજરાતમાં વિજળી થશે મોંઘી, ટાટા, અદાણી, એસ્સાર સાથે સરકાર કરશે નવો કરાર


કંપનીને કરવું પડશે હોમવર્ક
લાઇવમિંટના સમાચાર અનુસાર, એક કંસલ્ટિંગ ફર્મનું કહેવું છે કે ઇંસ્ટાગ્રામના ગ્રાહકોના અનુભવ જેમ કે લોજિસ્ટિક્સ, ચૂકવણી અને ઉત્પાદન પરત કરવાના મામલે ખૂબ હોમવર્ક કરવું પડશે. તેના પર સારી રીતે કામ કરવું અને નીતિ બનાવ્યા બાદ જ ઇંસ્ટાગ્રામ અન્ય ફેશન ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને લાંબા સમયમાં પોતાની સાથે જોડી શકશે. ઇંસ્ટાગ્રામની પાસે પહેલાં પણ અલગથી શોપિંગ માટે એક પ્લેટફોર્મ છે- ઇંસ્ટાગ્રામ સ્ટોરીઝ, તેનો ઉપયોગ દુનિયામાં ઘણી જગ્યાએ થાય છે.

તમે ધોરણ 10 પાસ છો? રેલવે લાવ્યું છે નોકરીની બંપર તક, આ રીતે કરો Apply


ભારતમાં ઇંસ્ટાગ્રામ માટે ઘણી સંભાવનાઓ
ઉદ્યોગ સાથે સંકળાયેલા જાણકારોનું કહેવું છે કે શોપિંગમાં જો ઇંસ્ટાગ્રામ પગ મુકી રહી છે તો તે ખૂબ ફાયદામાં રહેશે. ઇંસ્ટાગ્રામના યૂઝર દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં છે. આ કંપનીને મોટી મદદ મળશે. આટલી સંખ્યામાં યૂજર દ્વારા ઉત્પાદનોની જોરદાર માંગ જોવા મળી શકે છે. ભારતમાં ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓ માટે પણ મોટી સંભાવનાઓ છે.