હેલ્થ સ્કોરના આધારે કરી શકશો જરૂરી સેવાઓનો ઉપયોગ, ચીને લોન્ચ કરી એપ
આ સ્કોર વધુમાં વધુ 100 પોઇન્ટનો હશે અને તેનો આધાર નાગરિકોના અત્યાર સુધીના મેડિકલ રેકોર્ડ્સને બનાવવામાં આવશે. આ એપમાં નાગરિકોને ફક્ત કોવિડ-19ના સંક્રમણની જ નહી પરંતુ પોતાના જીવન જીવવાની આદતોની પણ જાણકારી અપલોડ કરવી પડશે.
નવી દિલ્હી: ચીને પોતાના HANGZHOU (હાંગજો) શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એક પ્રયોગ શરૂ કર્યો છે. તેના માટે કોવિડ-19ના સંક્રમણની જાણકારી આપનાર એક મોબાઇલ ફોન એપ્લિકેશનની મદદ લેવામાં આવી રહી છે. HANGZHOUમાં આ એપની મદદથી શહેરના એક કરોડ નાગરિકોના સ્વાસ્થ્યની જાણકારી પ્રાપ્ત કરવાની યોજના છે.
આ યોજના હેઠળ નાગરિકોને પોતાના સ્વાસ્થ્યની જાણકારી આ હેલ્થ એપ પર અપલોડ કરવા માટે કહેવામાં આવશે અને પછી આ જાણકારીના આધારે લોકોનો હેલ્થ સ્કોર ઇશ્યૂ કરવામાં આવશે. આ સ્કોર વધુમાં વધુ 100 પોઇન્ટનો હશે અને તેનો આધાર નાગરિકોના અત્યાર સુધીના મેડિકલ રેકોર્ડ્સને બનાવવામાં આવશે. આ એપમાં નાગરિકોને ફક્ત કોવિડ-19ના સંક્રમણની જ નહી પરંતુ પોતાના જીવન જીવવાની આદતોની પણ જાણકારી અપલોડ કરવી પડશે.
ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિ દારૂ અથવા સિગરેટ પીવે છે તો તેને તેની જાણકારી પણ આપવી પડશે. એટલું જ નહી તમે દિવસમાં કેટલા પગલાં ચાલો છો એ પણ સરકારને જણાવવું પડશે. આ જાણકારીઓના આધારે નાગરિકોને એક QR કોડ ઇશ્યૂ થશે. જરૂરી સેવાઓનો ઉપયોગ કરવા માટે, ઓફિસ જવા માટે અને મુસાફરી કરવા માટે આ QR કોડ સ્કેન કરવો પડશે.
QR કોડ સ્કેન થતાં જ નાગરિકોના સ્વાસ્થ્ય સંબંધિત તમામ જાણકારી ઉપલબ્ધ થઇ જશે અને પછી હેલ્થ સ્કોરના આધારે નક્કી થશે કે કોઇ વ્યક્તિ આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે કે નહી. આ એપ્સને એક પ્રકારે ઇમ્યૂનિટી પાસપોર્ટ કહેવામાં આવી રહી છે. જે ભવિષ્યમાં ઘણા દેશ પ્રયોગ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube