ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં સ્કૂલ ગયા વગર કેવી રીતે ભણી શકાય તે બાળકોને ખુબ સારી રીતે આવડી ગયું છે. લગભગ 10 મહિનાથી વધુ સમય સુધી સ્કૂલ કોલેજ તો બંધ રહી, પરંતુ બાળકો ભણતર બંધ ના રહ્યું. એ  તો ચાલુ જ રહ્યું, ઓનલાઈન ક્લાસિસના માધ્યમથી બાળકો સતત ભણતા રહ્યાં અને ભણતરની એક નવી રીત પણ શોધાઈ ગઈ. તેવામાં અમે તમને યુટ્યૂબની કેટલીક એવી ચેનલ્સ બતાવીશું જેના માધ્યમથી બાળકો ખુબ જ સરળતા રમતા રમતા ભણી શક્શે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જો તમારુ બાળક ગણતરીની મિનિટોમાં કેટલાક કોન્સેપ્ટ્સ સમજવા માગે છે, તો યુટ્યૂબની ચેનલની એક મુલાકાત આપ લઈ શકો છે. MinutePhysics ચેનલ પર ફિઝિક્સના કોન્સેપ્ટ્સ સમજાવવામાં આવે છે.
 



જો તમારા બાળકને કોમ્પ્યુટર સાયન્સમાં રૂચી છે તો આપ યુટ્યૂબ પર Geek Gurl Diaries ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આ ચેનલમાં બાળકોને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ બાબતે સમજાવવામાં આવે છે. 



એક ટેક સાઈટના રિપોર્ટ અનુસાર SoulPancake યુટ્યૂબ ચેનલ પર બાળક માટે ખુબ જ રસપ્રદ છે. આ ચેનલમાં અલગ અલગ ઉંમરના બાળકોને વિવિધ આઈડિયા પર વિચાર કરવા તેમજ શીખવાડવામાં આવે છે.



વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે Veritasium એક સારુ પ્લેટફર્મ છે. યુટ્યૂબની આ ચેનલમાં બાળકોને વિજ્ઞાનના કેટલાકના પોઈન્ટ્સથી અવગત કરાવવામાં આવે છે.



જો તમારુ બાળક કોર્ટૂનનું શોખીન છે તે આપ આ ચેનલ જરૂરથી જોજો. આ ચેનલમાં બાળકોને વિવિધ સંસ્કતિ વિશે સમજાવવામાં આવે છે. બાળકોને આ ચેનલથી ખુબ મદદ મળશે