YouTube તમને ઘર બેઠા બનાવી શકે છે લખપતિ, બસ આ 4 ટીપ્સ કરવી ફોલો, રાતોરાત શરુ થશે ઈનકમ
YouTube Earning: જો તમે યુટ્યુબ ચેનલમાં વિડીયો શેર કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો ઝડપથી અર્નિંગ શરૂ થશે અને નિયમિત વિડિયો પોસ્ટ કરતા રહેશો તો 20,000 થી લઈને 1,00,000 સુધીની કમાણી યુટ્યુબ દ્વારા કરી શકો છો.
YouTube Earning: જ્યારે તમે યુટ્યુબમાં કોઈ ઈન્ફ્લુએન્સરના વિડીયો જોતા હશો તો તેને જોઈને તમને પણ વિચાર આવતો હશે કે યુટ્યુબમાં વિડીયો બનાવીને જોરદાર કમાણી તમે પણ કરો. જો તમને આવો વિચાર આવતો હોય તો તે ખોટો પણ નથી તમે સરળતાથી યુટ્યુબ વિડીયો બનાવીને ઘર બેઠા લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. જોકે વિડિયો બનાવાની શરૂઆત કરવામાં આવે ત્યારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વખત કન્ટેન્ટ સારું હોવા છતાં પણ વ્યૂ મળતા નથી અને ચેનલ મોનિટાઇઝ થતી નથી જેના કારણે આવક પણ શરૂ થતી નથી. ચેનલને મોનિટાઇઝ કરવી હોય અને આવક શરૂ કરવી હોય તો વધારે ચિંતા કે મહેનત કરવાની જરૂર નથી તમે આ ટિપ્સ ફોલો કરીને પણ લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
વિવાદિત કન્ટેન્ટથી દૂર રહો
યુટ્યુબ ચેનલમાં એવો એક પણ વિડીયો ન ચડાવો જે વિવાદિત કન્ટેન્ટ ધરાવતો હોય. આ પ્રકારના કન્ટેન્ટ ધરાવતા વિડીયોના કારણે ચેનલ મોનિટાઇઝ થતી નથી અને જો તમારી ચેનલ મોનિટાઇઝ નહીં થાય તો તમારી આવક પણ શરૂ નહીં થાય તેથી કોઈ પણ પ્રકારનું વિવાદિત કન્ટેન્ટ ચેનલમાં એડ કરવાથી બચો.
આ પણ વાંચો:
વરસાદમાં પલળી જાય ફોન તો તુરંત કરો આ કામ, 3 ટીપ્સ ફોલો કરશો તો નહીં બગડે ફોન
Threads: 5 કરોડ યૂઝર્સ સાથે Threads ની દમદાર શરુઆત, 24 કલાકમાં થઈ 9.5 કરોડ પોસ્ટ
Thar અને Jimny પણ ભૂલી જશો, ગજબ છે આ SUV;જાણો કિંમત અને ફિચર્સ
વિડીયોનું ટાઈમિંગ
જો તમે વીડિયોમાં ટાઇમિંગનું ધ્યાન નહીં રાખો તો પણ તમને નુકસાન થશે. જો તમે વિડીયો વડે સારી કમાણી કરવા ઈચ્છતા હોય તો હંમેશા ત્રણ મિનિટથી વધારે લાંબો વિડીયો બનાવવો. વિડીયો જેટલો લાંબો હશે તેટલી એડ વધારે આવશે અને અર્નિંગ વધી જશે.
રોજ વિડીયો પોસ્ટ કરો
યુટ્યુબનો આ સૌથી મહત્વનો નિયમ છે. જો તમે તમારી ચેનલને રેગ્યુલર અપડેટ નહીં કરો અને રેગ્યુલર વિડીયો નહીં પોસ્ટ કરો તો એંગેજમેન્ટ ઘટતું જશે અને યુઝર્સ ચેનલ સાથે જોડાશે નહીં. તેથી ચેનલ શરૂ કર્યા પછી રોજ વિડીયો પોસ્ટ કરવાનું રાખો.
ગ્રાફિક્સ અને એનિમેશન
જો તમે વીડિયોને એમ જ પોસ્ટ કરી દેશો તો એંગેજમેન્ટ ઓછું મળશે. વિડીયોની રીચ વધારવી હોય તો ગ્રાફિક્સ અને એનિમેશન નો ઉપયોગ કરો તેનાથી યુઝર્સનો વીડિયોમાં રસ વધશે અને તમને વધારે પૈસા મળશે.
જો તમે યુટ્યુબ ચેનલમાં વિડીયો શેર કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો ઝડપથી અર્નિંગ શરૂ થશે અને નિયમિત વિડિયો પોસ્ટ કરતા રહેશો તો 20,000 થી લઈને 1,00,000 સુધીની કમાણી યુટ્યુબ દ્વારા કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)