વરસાદમાં પલળી જાય ફોન તો તુરંત કરો આ કામ, 3 ટીપ્સ ફોલો કરશો તો પલળ્યા પછી પણ નહીં બગડે ફોન
Smartphone Care: ચોમાસા દરમિયાન પલળી જવાથી સ્માર્ટફોન બગડવાની સમસ્યા વધતી હોય છે. વરસાદમાં ઘણી વખત ફોનમાં પાણી ઘુસી જાય છે. અથવા તો અચાનક સખત વરસાદ આવે તો ખિસ્સામાં રાખેલો ફોન પણ પાણી પાણી થઈ જાય છે. આવી સ્થિતિમાં જો ફોન પલળે પછી તુરંત કેટલાક કામ કરી લેવામાં આવે તો ફોનને ખરાબ થતાં બચાવી શકાય છે.
Trending Photos
Smartphone Care: ચોમાસાની ઋતુમાં વાતાવરણનું કંઈ નક્કી નથી રહેતું. ક્યારેક વાદળ ઘેરાયા હોય પણ વરસાદ નથી પડતો અને ક્યારેક તૈયારી વિના નીકળ્યા હોય અને વરસાદ તુટી પડે. આવી સ્થિતિમાં ઘણીવાર સ્માર્ટફોન પલળી જતા હોય છે. ચોમાસા દરમિયાન પલળી જવાથી સ્માર્ટફોન બગડવાની સમસ્યા વધતી હોય છે. વરસાદમાં ઘણી વખત ફોનમાં પાણી ઘુસી જાય છે. અથવા તો અચાનક સખત વરસાદ આવે તો ખિસ્સામાં રાખેલો ફોન પણ પાણી પાણી થઈ જાય છે. આવી સ્થિતિમાં જો ફોન પલળે પછી તુરંત કેટલાક કામ કરી લેવામાં આવે તો ફોનને ખરાબ થતાં બચાવી શકાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે પાણીમાં ફોન પલળી જાય તો સૌથી પહેલા શું કરવું.
આ પણ વાંચો:
સૌથી પહેલા ફોનને કરો બંધ
જો ફોનમાં પાણી જતુ રહ્યું હોય તો અથવા તો ફોન ભીનો થઈ ગયો હોય તો તેને સ્વીચ ઓફ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સ્થિતિમાં તેને ચાલુ કરવાનો પ્રયાસ કરશો નહીં. ફોન પર કોઈપણ બટન દબાવો નહીં. જેના કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય છે.
ફોનને હેર ડ્રાયર વડે સુકવો
ફોન બંધ થતાં જ તેમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી લો. ત્યાર પછી ફોનને હેર ડ્રાયર વડે સુકાવો. પરંતુ ધ્યાન રાખો કે હેર ડ્રાયરને થોડે દૂર રાખો.
ફોનને ચોખા વચ્ચે મૂકી દો
ફોનની ઉપર પાણી હોય તેને પેપર નેપકિન વડે જ સાફ કરો. જો તમારી પાસે હેર ડ્રાયર નથી. તો ફોનને સૂકા ચોખાની અંદર મૂકો. ફોનને ઓછામાં ઓછા 24 કલાક ચોખાની અંદર રાખો.
ફોનને લેમિનેટ કરાવો
ચોમાસામાં સૌથી બેસ્ટ રહે કે ફોનનું લેમિનેટ કરાવી લો. લેમિનેટ કરાવાથી ફોન થોડો જૂનો લાગે છે. પરંતુ તેમાં પાણી જતું અટકે છે. બજારમાં ઘણા લિક્વિડ પ્રોટેક્શન પણ ઉપલબ્ધ છે, જેથી તમે ફોનને સુરક્ષિત રાખી શકો.
ફોનના હોલ્સમાં ટેપ લગાવો
વરસાદમાં પોલીથીન બેગ કે પ્લાસ્કિટનું કવર સાથે રાખવું પરંતુ અચાનક વરસાદ આવે અને તમારી પાસે પોલીથીન ન હોય તો આ કામ કરવું. ફોનના માઇક, ચાર્જિંગ પોર્ટ, હેડફોન જેક, સ્પીકર્સ સહિતની ફોનની જગ્યા પર ટેપ ચોંટાડો. તેનાથી તમારો ફોન કવર થઈ જશે અને પાણી અંદર જઈ શકશે નહીં.
(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે