ભારતીય યુટ્યુબર્સને સૌથી મોટો ઝટકો, YouTube એ હટાવ્યા 11 લાખથી વધુ વીડિયો; 44 લાખથી વધુ ચેનલ્સને કરી બેન
YouTube Video Ban in India: YouTube એ ભારતના 11 લાખથી વધુ વીડિયોને તેના પ્લેટફોર્મથી રિમૂવ કર્યા છે. સાથે કંપનીએ વૈશ્વિક 44 લાખથી વધુ YouTube ચેનલ પર પણ બેન લગાવી દીધો છે. કંપનીએ કહ્યું છે કે કોઈ પણ ચેનલ 90 દિવસની અંદર તેમના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરશે તો તેને પણ બંધ કરી દેવામાં આવશે.
YouTube Video Ban in India: છેલ્લા કેટલાક સમયથી યુટ્યુબ કન્ટેન્ટને લઈ ઘણુ એલર્ટ છે અને આજ કારણે અત્યાર સુધી ફેક તથા ખોટી જાણકારી આપતી અનેક ચેનલને બ્લોક કરી દેવામાં આવી છે. તો યુટ્યુબ પર ફેક વીડિયોમાં ભારત પહેલા નંબરે આવ્યું છે. જેના કારણે યુટ્યુબે 11 લાખથી વધુ ભારતીય વીડિયોને હટાવી દીધા છે, એટલું જ નહીં વૈશ્વિક લેવલે પણ યુટ્યુબે મોટી રેડ કરતા 44 લાખથી વધુ યુટ્યુબ ચેનલ્સને બેન કરી દીધી છે.
જૂઠ્ઠાણામાં ભારત નંબર વન
યુટ્યુબ પર ખોટા વીડિયો બનાવીને અપલોડ કરવાના કેસમાં ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને હવે ભારત એક એવો દેશ બની ગયો છે જ્યાં સૌથી વધુ ખોટા વીડિયો બનાવી નાંખવામાં આવે છે. તો આ લિસ્ટમાં અમેરિકા બીજા સ્થાને છે. યુટ્યુબે અમેરિકનોના 3 લાખ 58 હજાર 134 વીડિયો પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે.
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી! કલાકો સુધી અનાજની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો
કેમ YouTube એ લીધો નિર્ણય?
YouTube છેલ્લા કેટલાક સમયથી ફેક સમાચારોને રોકવા માટેનું અભિયાન ચલાવી રહ્યું છે અને તેથી કંપનીએ અનેક ફેક ચેનલ્સને પણ બેન કરી દીધી છે. YouTube ને વર્ષ 2022 ના જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 1.1 મિલિયન એટલે કે 11 લાખથી વધુ YouTube વીડિયોને પ્લેટફોર્મથી દૂર કર્યા છે. કંપનીના કહેવા મુજબ એવા કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી કાઢી નાંખવામાં આવશે જે કંપનીની કમ્યુનિટી માર્ગદર્શક લાઇન્સનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
પત્ની દીપિકાએ ખોલ્યું પોતાના 'ધણી' નું અંદરનું રહસ્ય, જે આજ સુધી કોઈ જાણતું નથી...
બંધ કર્યા 44 લાખ YouTube ચેનલ્સ
YouTube એ ભારતના 11 લાખથી વધુ વીડિયોને તેના પ્લેટફોર્મથી રિમૂવ કર્યા છે. સાથે કંપનીએ વૈશ્વિક 44 લાખથી વધુ YouTube ચેનલ પર પણ બેન લગાવી દીધો છે. કંપનીએ કહ્યું છે કે કોઈ પણ ચેનલ 90 દિવસની અંદર તેમના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરશે તો તેને પણ બંધ કરી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube