પત્ની દીપિકાએ ખોલ્યું પોતાના 'ધણી' નું અંદરનું રહસ્ય, આજ સુધી કોઈ જાણતું નથી કે....

Deepika Padukone-Ranveer Singh: આજે આપણે જોઈએ કે રણવીર સિંહ હંમેશાં ફૂલ ઓફ એનર્જી રહે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે જ્યારે પણ રણવીર પોતાની પત્ની દીપિકા પાદુકોણની આજુબાજુ હોય છે, ત્યારે એવું ક્યારેય બનતું નથી. આ વાતનો ખુલાસો જાતે દીપિકાએ ફિલ્મફેયરને આપેલા એક જૂના ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

પત્ની દીપિકાએ ખોલ્યું પોતાના 'ધણી' નું અંદરનું રહસ્ય, આજ સુધી કોઈ જાણતું નથી કે....

Deepika Padukone on Ranveer Singh shavaasan mode: બોલિવુડમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલીવુડના સૌથી ક્યૂટ અને હોટ કપલ્સમાંથી એક ગણવામાં આવે છે. સોશિયલ મીડિયામાં હોય કે કોઈ ઈવેન્ટમાં દીપિકા અને રણવીર એક સાથે પરફેક્ટ પોઝ આપવામાં ક્યારેય પાછળ હટતા નથી. ચલો છોડો, આજે આપણે જોઈએ કે રણવીર સિંહ હંમેશાં ફૂલ ઓફ એનર્જી રહે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે જ્યારે પણ રણવીર પોતાની પત્ની દીપિકા પાદુકોણની આજુબાજુ હોય છે, ત્યારે એવું ક્યારેય બનતું નથી. આ વાતનો ખુલાસો જાતે દીપિકાએ ફિલ્મફેયરને આપેલા એક જૂના ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

દીપિકાએ ખોલ્યું રણવીર સાથે જોડાયેલું રહસ્ય
જ્યારે દીપિકા પાદુકોણને પુછવામાં આવ્યું કે, તમે અને રણવીર સિંહ એક-બીજાથી ખુબ જ અલગ છો તો એક સાથે કેવી રીતે મેનેજ કરો છો? તેનો જવાબ આપતા દીપિકા પાદુકોણે ખુલાસો કર્યો કે, ખુબ ઓછા લોકો જાણે છે કે જ્યારે રણવીર મારી સાથે હોય છે ત્યારે તે શવાસન મોડમાં હોય છે. જ્યારે તેને પુછવામાં આવે છે કે તેની એનર્જીનું શું થયું? ત્યારે તે જવાબ આપે છે કે મારે એક પ્રોગ્રામમાં જવાનું છે એટલા માટે પોતાની એનર્જીને રિઝર્વ કરી રહ્યા છે. તેના સિવાય દીપિકાએ વધુમાં ખુલાસો કર્યો હતો કે, અમે એક બીજાની સાથે મઝાક કરીએ છીએ, એક બીજા સાથે રમીએ છીએ, એક સાથે જમીએ છીએ. ક્યારેક ક્યારેક અમારી વચ્ચે માત્ર સન્નાટો પણ હોય છે. જે પાસું ઘણા લોકો જાણતા નથી અથવા તો જે વારંવાર સામે આવતું નથી અને તે છે તેનું 'ડહાપણ'.

દીપિકાએ કરી રણવીરની જોરદાર પ્રશંસા
દીપિકા પાદુકોણે ઈન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું હતું કે, રણવીર સિંહ ખુબ જ બુદ્ધિશાળી છે અને ખુબ જ ક્રિએટિવ પણ છે. પોતાના પતિની પ્રશંસા કરતા દીપિતાએ જણાવ્યું હતું કે, રણવીર પોતાના કરિયરમાં શું ઈચ્છે છે. તે ક્લિયર છે કે તેણે ક્યા પ્રકારની ફિલ્મ કરવાની છે. તે કેવું સુપરસ્ટારડમ હાંસલ કરવા માંગે છે? આ માટે તેમને કયા પ્રકારના કામની જરૂર છે? 

બીજી તરફ રણવીરની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ આલિયા ભટ્ટ સાથે 'રોકી અને 'રાનીની પ્રેમ કહાની' માં જોવા મળશે. આ સિવાય દીપિકા 'પઠાણ' અને 'ફાઈટર' જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news