Know How to Earn Money From Youtube: આજકાલ લોકો યુટ્યુબ ચેનલમાં અલગ અલગ કન્ટેન્ટ અપલોડ કરી રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ઘણા લોકોને સવાલ થતો હશે કે યુટ્યુબમાંથી કેવી રીતે કમાણી થતી હશે. તેના માટે ચેનલમાં કેટલા ફોલોઅર્સ હોવા જોઈએ. કેટલા વ્યુઝ આવવા જોઈએ. આ બધા સવાલનોના જવાબ તમને આ અહેવાલમાં મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


YouTubeમાંથી પૈસા કમાવવા માટે, પહેલા મોનેટાઇઝ વિકલ્પ શરૂ કરવો જરૂરી છે. આ શરૂ કરવા માટે, તમારી પાસે ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સ અને 4,000 પબ્લિક વોચ આવર્સ હોવા આવશ્યક છે. ત્યારબાદ જ ગૂગલ તમને જાહેરાત દ્વારા પૈસા આપવાનું શરૂ કરે છે. YouTube દ્વારા પૈસા કમાવવા માટે, તમે YouTube સ્ટુડિયોની મુલાકાત લઈને 1,000 સબ્સ્ક્રાઇબર્સની સ્થિતિ અને 4,000 Public Watch Hour જોઈ શકો છો. તમે તેને તમારા એકાઉન્ટમાંથી બ્રાઉઝર દ્વારા અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઍક્સેસ કરી શકો છો.


આપને જણાવી દઈએ કે આ ફીચર લોન્ચ થયા બાદ તમને તમારા વીડિયોના વ્યુઝના હિસાબે પેમેન્ટ મળે છે. મતલબ કે જેટલા વધારે વ્યુઝ એટલી વધારે કમાણી. કેટલા સબ્સ્ક્રાઇબર્સ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમારો વીડિયો વધુ સારો વ્યૂ ધરાવે છે અને તેના પર ગૂગલની એડ છે, તો તમને પૈસા મળવા લાગશે.


જો યુઝર્સ લોકોને સારી સામગ્રી આપતા રહે અને સતત આપતા રહે, તો તેઓ એક મહિનામાં 15 હજાર રૂપિયાથી વધુની કમાણી સરળતાથી કરી શકે છે. પરંતુ, વીડિયોની સામગ્રીમાં દમ હોવો જોઈએ. ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે YouTube પર વ્યુઝથી પૈસા કમાવવાના કોઈ રસ્તા નથી. તેના બદલે તમે ચેનલ મેમ્બરશિપ ઓફર કરીને, તમારા પ્રોડક્ટને લીસ્ટ કરીને, સુપર ચેટ્સ અને સુપર સ્ટીકર અને YouTube પ્રીમિયમ દ્વારા પણ પૈસા કમાય શકો છો. આ સાથે લોકો ચેનલો પર જાહેરાતો પણ આપે છે. આ પણ કમાણીનો મોટો ભાગ છે.