Tiktok ને ટક્કર આપશે Youtube, હવે જલદી બનાવી શકશો શોર્ટ વીડિયો
શોર્ટ વીડિયો બનાવનાર ચીની એપ ટિકટોકને જલદી Youtube થી ટક્કર મળવાની છે. યૂટ્યૂબ પર એક એવું ફીચર ગૂગલ લાવવાનું છે, જેના દ્વારા લોકો પોતે જ 15 સેકન્ડ સુધી શોર્ટ વીડિયો બનાવી શકે છે.
નવી દિલ્હી: શોર્ટ વીડિયો બનાવનાર ચીની એપ ટિકટોકને જલદી Youtube થી ટક્કર મળવાની છે. યૂટ્યૂબ પર એક એવું ફીચર ગૂગલ લાવવાનું છે, જેના દ્વારા લોકો પોતે જ 15 સેકન્ડ સુધી શોર્ટ વીડિયો બનાવી શકે છે. 15 સેકન્ડ વીડિયોથી ટિકટોક ખૂબ ફેમસ થયું છે.
ફેસબુકે કમર કસી
ગૂગલ ઉપરાંત ફેસબુકે પણ ટિકટોકને માત આપવા માટે પોતાની તૈયારીઓને શરૂ કરી દીધી છે. ફેસબુકે પોતાન ઇંસ્ટાગ્રામ પર એક નવો વીડિયો-મ્યૂઝિક રિમિક્સ ફીચર્સ REELS લોન્ચ કર્યું છે. જોકે આ ફીચર્સ ઉપરાંત બ્રાજીલ, ફ્રાંસ અને જર્મનીમાં ઉપલબ્ધ છે. તેના દ્વારા પણ યૂજર્સ મ્યૂઝિક અથવા અન્ય ફાઇલની મદદથી 15 સેકન્ડનો વીડિયો બની શકે છે.
યૂટ્યૂબએ રાખ્યું આ નામ
યૂટ્યૂબએ પોતાના આ વીડિયો ફોર્મેટનું નામ SHORTS રાખ્યું છે. અત્યારે એંડ્રોઇડ અને આઇઓએસ પર ખૂબ નાના ગ્રુપ દ્રારા તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે તેના દ્વારા લોકો મલ્ટીપલ ક્લિપનો ઉપયોગ કરતાં એક સિંગલ વીડિયો જો કે 15 સેકન્ડનો હશે, તેને પ્લેટફોર્મ પર અપલોડ કરી કરી શકો છો. આ ફીચરમાં લોકો પોતાના વીડિયોને ટેપ કરીને રેકોર્ડ બટનને હોલ્ડ કરી સહ્કે છે, જેથી વીદિયો બની જશે. મોટા વીડિયોને ફોનની ગેલરીથી અપલોડ કરી શકાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube