મ્યૂઝિક લવર્સ માટે જેબ્રોનિક્સે લોન્ચ કર્યા ઇયર ફોન `જેબ જર્ની`
સાઉન્ડ સિસ્ટમ અને મોબાઇલ એસેસરિઝ બનાવનાર અગ્રણી કંપની જેબ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Zebronics India)એ મ્યૂઝિક લવર્સ માટે નવા પ્રકારના ઇયરફોન લોન્ચ કર્યા છે. જેબ જર્ની (Zeb Journey) ના નામે લોન્ચ કરવામાં આવ્યા. ઇયરફોનને કંપનીએ નેકબેંક ડિઝાઇન સાથે રજૂ કર્યા છે. કંપનીનો દાવો છે કે નવા ઇયરફોનને એકવાર ચાર્જ કર્યા બાદ 13 કલાક સુધી મ્યૂઝિકની મજા માણી શકો છો. આ ઇયરફોનને ખાસ કરીને જોગિંગ અથવા વોકિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: સાઉન્ડ સિસ્ટમ અને મોબાઇલ એસેસરિઝ બનાવનાર અગ્રણી કંપની જેબ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Zebronics India)એ મ્યૂઝિક લવર્સ માટે નવા પ્રકારના ઇયરફોન લોન્ચ કર્યા છે. જેબ જર્ની (Zeb Journey) ના નામે લોન્ચ કરવામાં આવ્યા. ઇયરફોનને કંપનીએ નેકબેંક ડિઝાઇન સાથે રજૂ કર્યા છે. કંપનીનો દાવો છે કે નવા ઇયરફોનને એકવાર ચાર્જ કર્યા બાદ 13 કલાક સુધી મ્યૂઝિકની મજા માણી શકો છો. આ ઇયરફોનને ખાસ કરીને જોગિંગ અથવા વોકિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
નવા લુક સાથે Baleno 2019 લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
જેબ જર્નીમાં ઘણા અન્ય ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તેને તમે એંડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસમાં વોઇસ આસિસ્ટેંટની સાથે ઉપયોગ કરી શકો છો. ઇયરફોનમાં ડ્યૂલ પેયરિંગ અને કોલ સુવિધા પણ ઉપલબ્ધ છે. ઇયરફોનમાં રિચાર્જ બેટરી ઉપરાંત મીડિયા કંટ્રોલ અને કોલ માટે વાઇબ્રેશન એલર્ટ આપવામાં આવ્યું છે. કંપનીના અનુસાર નવા ઇયરફોન પાણીના છાંટા પડશે તો પણ સુરક્ષિત રહે છે.
જલદી કરો: હજુ સુધી સિલેક્ટ કરી નથી તમારી મનપસંદ ટીવી ચેનલ, તો આ રીતે તૈયાર કરો મંથલી પ્લાન
નવા ઇયરફોનની લોન્ચિંગના અવસર પર જેબ્રોનિક્સના નિર્દેશક પ્રદીપ જોશીએ જણાવ્યું જેબ જર્ની એક વાયરલેસ ઇયરફોન છે. આ ઉપરાંત પણ તમે તેનાથી ઘણા કામ એકસાથે કરી શકો છો. 1399 રૂપિયામાં મળનાર જેબ્રોનિક્સના નવા ઇયરફોન બ્લેક કલરમાં ખૂબ આકર્ષક લાગે છે.