નવા લુક સાથે Baleno 2019 લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

મારૂતિ સુઝુકીએ Baleno ના નવા લુકને લોન્ચ કર્યો છે. પ્રીમિયમ હેચબેક સેક્શનમાં આ મારૂતિની સૌથી વધુ વેચાનારી કાર છે. Baleno 2019 ની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે. કારના ચાર વેરિએન્ટ- Sigma, Delta, Zeta અને Alpha લોન્ચ કરવામાં આવ્યા છે. જૂના રંગો ઉપરાંત Baleno 2019 ફોનિક્સ રેડ અને મેગ્મા ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવી છે. 
નવા લુક સાથે Baleno 2019 લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હી: મારૂતિ સુઝુકીએ Baleno ના નવા લુકને લોન્ચ કર્યો છે. પ્રીમિયમ હેચબેક સેક્શનમાં આ મારૂતિની સૌથી વધુ વેચાનારી કાર છે. Baleno 2019 ની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે. કારના ચાર વેરિએન્ટ- Sigma, Delta, Zeta અને Alpha લોન્ચ કરવામાં આવ્યા છે. જૂના રંગો ઉપરાંત Baleno 2019 ફોનિક્સ રેડ અને મેગ્મા ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવી છે. 

મારૂતિ Baleno 2019 માં નવી ગ્રિલ સાથે ડાયનેમિક 3D ડિટેલિંગ આપવામાં આવી છે જે તેના લુકને અને વધુ બોલ્ડ બનાવે છે. બલેનો કાર 6 કલરમાં ઉપલબ્ધ છે. સેફ્ટી ફિચરની વાત કરીએ તો ડુઅલ એર બેગ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે. સિટમમાં ABS સાથે EBD (ઈલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન) બ્રેક આસિસ્ટન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કારમાં રિયર પાર્કિંગ સેન્સર પણ લાગેલ છે અને સ્પીડ એલર્ટ સિસ્ટમને પણ ફીટ કરવામાં આવી છે. 


(ફોટો સાભાર ટ્વિટર)

પેટ્રોલ એન્જીન 1.2 લીટર અને ડીઝલ એન્જીન 1.3 લીટર છે. પેટ્રોલ એંજીનની વાત કરીએ તો આ 83bhp ની મેક્સિમમ પાવર અને 115NMનો ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જીનની વાત કરીએ તો 74bhp પાવર અને 190Nm ટોર્ક જનરેટ કરે છે. બંને કારમાં 5-સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન છે. પેટ્રોલ વર્જનમાં ઓટોમેટિક પણ સુવિધા છે. 

Maruti એ કહ્યું વાહનો પર ટેક્સ ખૂબ વધુ છે, ઓછો કરવાની જરૂર
Baleno 2019 નું બુકિંગ 22 જાન્યુઆરીથી ચાલુ છે. 11 હજાર રૂપિયાની બુકિંગ એમાઉન્ટથી કારને બુક કરાવી શકાય છે. Baleno ને ભારતીય બજારમાં ઓક્ટોબર 2015માં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ બાદ આ ભારતની ટોપ સેલિંગ કારોમાંથી એક છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને યૂરોપમાં પણ આ કારને ખૂબ પસંદ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news