નવી દિલ્હી: ભારતમાં 59 ચાઇનીઝ એપ બેન થયા બાદ 'મેડ ઇન ઇન્ડીયા' એપની ડિમાન્ડ ઝડપથી વધી છે. ભારતના પોપુલર સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઇડર અને ઓટીટી પ્લેટફોર્મ Zee5 એ પોતાની શોર્ટ વીડિયો શેરિંગ એપ HiPi ને લોન્ચ કરી દીધી છે. HiPi એપ સંપૂર્ણપણે ભારતીય છે. આ ભારતમાં TikTok નો સારો ઓપ્શન બની શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee5 ની આ એપની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. HiPi એપ સંપૂર્ણપણે ભારતમાં બનેલા શોર્ટ વીડિયો પ્લેટફોર્મ છે. ZEE5 એ આ એપને કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત મૂવમેન્ટ હેઠળ દેશમાં ડેવલોપ કરી છે. ZEE5 ના લેટેસ્ટ શોર્ટ વિડીયો પ્લેટફોર્મ એપ HiPi માં ઘણા એવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 


HiPi એપના નામને લઇને Zee5 નું કહેવું છે કે આ યૂથફૂલ અને કેરફ્રી વિઝનને રિફ્લેટ કરે છે. આ એવું સ્થળ છે જેમાં યૂઝર પોતાની ક્રિએટિવિટી અને ફ્રીડમ એક્સપ્રેસ કરી શકે છે. HiPi એપમાં યૂઝર્સ કોઇપણ જાતના ડર અને અનૌપચારિક રૂપથી પોતાની પોસ્ટ શેર કરી શકે છે. ZEE5 ની HiPi એપમાં યૂઝર્સ પોતાની ક્રિએટિવિટીને એક્સપ્રેસ કરી આ પ્લેટફોર્મમાં ટેલેન્ટને એક્સપ્રેસ કરી શકો છો. આ એપ યૂઝર્સને પોતાની ક્રિએટિવિટીની સાથે-સાથે સ્ટારડમને પણ બતાવવા માટેનું પ્લેટફોર્મ સાબિત થઇ શકે છે.  


શું છે ફીચર?
HiPi માં ઘણા બધા એક્સાઇટિંગ ફીચર્સ છે, જેની મદદથી યૂઝર્સ પોતાની ક્રિએટિવિટી શો કરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સને ભારતમાં બેન કર્યા બાદ HiPi એપ યૂઝર્સ માટે એક સારો વિકલ્પ બની શકે છે. HiPi માં યૂઝર્સ ટિકટોકની માફક 15 સેકન્ડથી 90 સેકન્ડના વીડિયો પોસ્ટ કરી શકો છો. Zee5 એ આ એપ સુપર એન્ટરટેનમેન્ટ એપ નામ આપ્યું છે જે ડિજિટલ વીડિયો માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન હશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube