કુઆલાલમ્પુર: દુનિયાના સૌથી મોટી ડિજિટલ એન્ટરટેનમેંટ પ્લેટફોર્મ ઝી 5 (ZEE5)એ મલેશિયાના અગ્રણી ટેલિકોમ ઓપરેટર સેલકૉમ (Celcom) સાથે પાર્ટનરશિપ કરી છે. એક પ્રેસ કોંફ્રેસ દરમિયાન આ વિશે ઝી 5 ગ્લોબલની ચીફ બિઝનેસ ઓફિસર અર્ચના આનંદે જાહેરાત કરી હતી. આ ભાગીદારીથી ZEE5 ને સબ્સક્રાઇબ કરવા માટે સેલકૉમ ગ્રાહકોને એપીગેટ ડાયરેક્ટ કેરિયર બિલિંગ એપીઆઇના માધ્યમથી સુરક્ષિત અને સુવિધાજનક પેમેંટ મોડ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE5 ની ઝી એંટરટેનમેંટ એંટરપ્રાઇઝીઝ લિમિટેડ (ZEEL)નો ભાગ છે, જેમાં એક લાખ કલાકની ભારતીય ફિલ્મો, ટીવી શો, ન્યૂઝ વીડિયો કંટેંટ ઉપલબ્ધ છે. આ બધી સામગ્રી ZEE5 પર હિંદી, ઇંગ્લિશ, બંગાળી, પંજાબી, મલયાલમ, તમિલ, તેલૂગૂ, કન્નડ, ઉડિયા, ભોજપુરી અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. તેના દ્વારા ઝીની મનપસંદ ચેનલ સહિત 60થી વધુ લાઇવ ટીવી ચેનલ જોઇ શકાશે. 


ઝી ઇન્ટરનેશનલ અને ઝી5 ગ્લોબલના સીઇઓ અમિત ગોયનકાએ કહ્યું કે અમારી પાસે આગામી નાણાકિય વર્ષમાં ZEE5 માટે આક્રમક રોલઆઉટ પ્લાન છે. મલેશિયા અમારા માટે સારું માર્કેટ છે, તેના પર ફોકસ કરવા માંગીએ છીએ. અહીંયા ઓનલાઇન વીદિયો કંટેંટમાં ભારતીય અને સાઉથ એશિયન કંટેંટનું બજાર છે. અમે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં કંટેંટ લોન્ચ કરીશું. મલેશિયાના મુખ્ય ઓપરેટર સેલકૉમ સાથે ભાગીદારી બાદ અમે ખુશ છીએ. સેલકૉમ સાથે ભાગીદારી બાદ અમારી તકો વધી જશે. 


ZEE5 ગ્લોબલની ચીફ બિઝનેસ ઓફિસર અર્ચના આનંદે કહ્યું કે અમે દુનિયાભરમાં ઝડપથી અમારી પાર્ટનરશિપ વધારી રહ્યા છીએ. જણાવતાં અમને ખુશી થાય છે કે સાઉથ ઇસ્ટ એશિયન રીઝનમાં સેલકૉમ સાથે અમારી પહેલી ભાગીદારી છે. ઝી 5 મલેશિયામાં પહેલાંથી જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હવે સેલકૉમ બાદ ગ્રાહકો વચ્ચે પહોંચવામાં સરળતા રહેશે.


એપિગેટના ચીફ એક્ઝુટિવ ઓફિસર જોરાન વસિલઝેવે કહ્યું કે ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગમાં ભવિષ્યમાં ઘણા અવસરો છે. અમે ઝડપથી વધતા જતા ઓનલાઇન પ્લેટફોર્મ ઝી5 (ZEE5) સાથે ભાગીદારીથી ખુશ છીએ.