iPhone 16 Discount: iPhone 16 લોન્ચ થયા બાદ ઘણી ઈ કોમર્સ કંપનીઓ ડિસ્કાઉન્ટની જાહેરાત સતત કરી રહી છે. આ કડીમાં હવે તહેવારોની સિઝનમાં, સ્ટાર્ટઅપ કંપની Zepto એ iPhone 16 પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. આટલું જ નહીં, iPhone 16 માત્ર 10 મિનિટમાં Zepto પર ડિલિવર થઈ જશે. તમને જણાવી દઈએ કે Appleએ સપ્ટેમ્બરમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max ડિવાઈસ લોન્ચ કર્યા હતા. ભારતમાં તેનું વેચાણ સપ્ટેમ્બરમાં જ શરૂ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 16 Discount: 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 10 મિનિટમાં ફ્રી ડિલીવરી
iPhone 16 ભારતમાં 79,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Zepto એપમાં આના પર 10,000 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ પછી તમે તેને 69,900 રૂપિયામાં ખરીદી શકો છો. આ ડિસ્કાઉન્ટ iPhone 16ના તમામ વેરિયન્ટ પર લાગુ થશે. ડિસ્કાઉન્ટની સાથે, Zepto તમને માત્ર 10 મિનિટમાં iPhone 16 મફતમાં પહોંચાડશે. નોંધનીય છે કે iPhone 16 Flipkart અને Amazon પર પણ 5000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.


આ પણ વાંચોઃ 6 લાખથી પણ સસ્તી આ SUV ને ખરીદવા માટે મચી છે હોડ, ડિઝાઈન-ફીચર્સ મોંઘી કારો જેવા


iPhone 16 Discount: આઈફોન 16ના ફીચર્સ
iPhone 16 સિરીઝના તમામ ફોન A18 ચિપસેટ સાથે આવે છે અને તે અગાઉના ચિપસેટ કરતાં વધુ ઝડપી છે. જે ફોનને ધૂળ અને પાણીથી બચાવે છે. આ માટે iPhoneને IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. iPhone 16 સિરીઝમાં 2X ટેલિફોટો ઝૂમ સાથેનો નવો 48 MPનો મુખ્ય કૅમેરો અને લો લાઈટ પરફોર્મંસ માટે ઝડપી Af/1.6 અપર્ચર છે. તેનો 12 MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા શાર્પ, બ્રાઇટ તસવીરો માટે 2.6 ગણી વધુ રોશની આપે છે. પ્રો મોડેલમાં 48-MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે.


iPhone 16 ની સ્ક્રીન સાઈઝ 6.1 ઈંચ છે. સ્ક્રીનની બ્રાઇટનેસ 2000 Nits છે. આમાં તમને કેમેરા કેપ્ચર બટન આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે માત્ર એક ક્લિકમાં કેમેરાને એક્સેસ કરી શકશો. કંપનીનું કહેવું છે કે આ પ્રોસેસર માત્ર સ્માર્ટફોન સાથે જ નહીં પરંતુ ઘણા ડેસ્કટોપ સાથે પણ સ્પર્ધા કરી શકે છે. એપલનું કહેવું છે કે આ સેટ 6 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી ટકી શકે છે.