6 લાખથી પણ સસ્તી આ SUV ને ખરીદવા માટે મચી છે હોડ, ડિઝાઈન-ફીચર્સ મોંઘી કારોને આપે છે ટક્કર

અમે તમને આ ધાંસૂ એસયુવીની ખાસિયતો જણાવીશું જે બજેટ રેન્જમાં પણ છે. આ એસયુવીને ભારતમાં 5.99 લાખ રૂપિયામાં લોન્ચ કરાઈ છે. આમ તો આ ઈન્ટ્રોડક્ટરી પ્રાઈઝ છે જેનો ફાયદો શરૂઆતના 10,000 ગ્રાહકોને મળશે. 

6 લાખથી પણ સસ્તી આ SUV ને ખરીદવા માટે મચી છે હોડ, ડિઝાઈન-ફીચર્સ મોંઘી કારોને આપે છે ટક્કર

2024 Nissan Magnite Facelift First Impression: નિસાન મોટર ઈન્ડિયાએ ભારતમાં પોતાની Nissan Magnite ના ફેસલિફ્ટ અવતારને લોન્ચ કરીને માર્કેટમાં જાણે તહેલકો મચાવી દીધો છે. આ એસયુવીને ખરીદવા માટે પડાપડી  થઈ રહી છે. કિયા સોનેટ હોય કે રેનો કાઈગર,..કોઈ આ ભાવે Nissan Magnite ફેસલિફ્ટ જેવી  ખાસિયતો ઓફર કરી શકતું નથી. આજે અમે તમને આ ધાંસૂ એસયુવીની ખાસિયતો જણાવીશું જે બજેટ રેન્જમાં પણ છે. આ એસયુવીને ભારતમાં 5.99 લાખ રૂપિયામાં લોન્ચ કરાઈ છે. આમ તો આ ઈન્ટ્રોડક્ટરી પ્રાઈઝ છે જેનો ફાયદો શરૂઆતના 10,000 ગ્રાહકોને મળશે. 

હેંડલિંગ કેવી છે
જે પ્રાઈઝ પોઈન્ટ પર આ ગાડી લોન્ચ થઈ છે તેના પર કંપનીએ એક જોરદાર હેન્ડલિંગ ઓફ કરીને પૂરેપૂરું જોર લગાવી દીધુ છે. ગાડી ફૂલ ઓક્યુપન્સી પર સારું કંટ્રોલ અને હેન્ડલિંગ ઓફર કરે છે. એટલે સુધી કે જો તમે એકલા પણ ડ્રાઈવ કરો તો તે જોરદાર કંટ્રોલ આપે છે. ગાડી ઝડપથી પીકઅપ લે છે અને સારું કંટ્રોલ આપે છે. તેનાથી ગાડીની સેફ્ટી વધે છે અને ટ્રાફિક કન્ડીશન્સમાં પણ સારી રીતે હેન્ડલ કરી શકાય છે. 

વાઈબ્રેશન અને નોઈઝ ઓછો
સામાન્ય રીતે લોકો એવા સવાલ કરે છે કે સસ્તી ગાડીઓમાં કેબિન નોઈઝ  અને વાઈબ્રેશન ખુબ વધુ હોય છે. પરંતુ આ ગાડીમાં આ એકદમ ઓછુ છે અને તમને કેબિનમાં ખુબ ઓછો અવાજ અને વાઈબ્રેશન જોવા મળશે. તેનાથી તમારો અનુભવ ખુબ સારો રહે છે. 

ખરાબ રસ્તાઓ પર જોરદાર કમ્ફર્ટ
કમ્ફર્ટ મામલે આ ગાડીનો કોઈ તોડ નથી, રસ્તા ગમે તે હોય પણ આ ગાડી તમને કમ્ફર્ટ મામલે નિરાશ નહીં કરે. 

કેટલા વેરિએન્ટ
2024 Nissan Magnite Facelift ને કુલ 6 વેરિએન્ટમાં ઉતારવામાં આવી છે જેમાં Visia (વિસિયા), Visia+ (વિસિયા+), Acenta (એસેન્ટા), In-connecta ઈન કનેક્ટા), Tekna (ટેક્ના) और Tekna+ (ટેક્ના+) ઉપલબ્ધ છે. 

કેટલી છે વેરિએન્ટ્સની કિંમત
B4D 1.0 Petrol MT B4D 1.0 Petrol EZ-Shift HRAO 1.0 Turbo Petrol MT HRAO 1.0 Turbo Petrol CVT Visia વેરિએન્ટની કિંમત ₹ 5,99,400 થી શરૂ થાય છે. જે ₹ 6,59,900 સુધી જાય છે. Visia+ વેરિએન્ટની કિંમત  ₹ 6,49,400 થી શરૂ થાય છે. Acenta ની કિંમત ₹ 7,14,000થી શરૂ થઈને ₹ 9,79,000 સુધી પહોંચે છે. N-Connecta વેરિએન્ટની કિંમત ₹ 7,86,000થી શરૂ થઈને ₹ 10,34,000 સુધી પહોંચે છે. Tekna ની કિંમત ₹ 8,75,000 થી શરૂ થઈને ₹ 11,14,000 સુધી પહોંચે છે. Tekna+ વેરિએન્ટની વાત કરીએ તો તેની કિંમત  ₹ 9,10,000થી શરૂ થઈને ₹ 11,50,000 સુધી પહોંચે છે. 

એન્જિન અને પાવર
નવી મેગ્નાઈટમાં  1.0 લીટર એનએ પેટ્રોલ એન્જિનને રિપિટ કરાયું છે. જે 71 hp પાવર અને 96 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું બીજુ એન્જિન ઓપ્શન  1.0-લીટરનો ટર્બો પેટ્રોલ યુનિટ છે જે 99 hpનો પાવર અને 160 Nm સુધીનો પીક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન પણ સિમિલર રાખવામાં આવ્યું છે જેમાં 5 સ્પીડ મેન્યુઅલ, 5 સ્પીડ AMT અને CVT ઉપલબ્ધ છે. 

એક્સટીરિયર ફીચર્સ
નવી મેગ્નાઈટના એક્સટીરિયરની વાત કરીએ તો તેમાં હેક્સાગોનલ ગ્રિલમાં હવે રિવાઈઝ્ડ ઈન્સર્ટ અને એક સ્લીક ગ્લોસ-બ્લેક સરાઉન્ડિંગ મળે છે. તેમાં રીડિઝાઈન બમ્પરને સામેલ કરાયા છે. આ સાથે ફોગ લેમ્પ સરાઉન્ડને અપડેટ કરાયું છે. ટેલલાઈટ્સની વાત કરીએ તો તે અપડેટેડ M-શેપના ડિઝાઈનમાં આવે છે. 

ઈન્ટીરિયર ફીચર્સ
ઈન્ટીરિયરની વાત કરીએ તો મેગ્નાઈટમાં ગ્રાહકોને બ્લેક એન્ડ ઓરેન્જ થીમ અપહોસ્ટ્રી મળે છે. આ સાથે તેમાં 7 ઈંચનો ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે મળે છે. એસયુવીમાં ગ્રાહકોને ઈન્ટીરિયર માટે એક ડાર્ક થીમ, ચાર રંગોમાં એમ્બિએન્ટ લાઈટિંગ અને આર્મરેસ્ટ મળે છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો કારમાં વાયરલેસ ચાર્જિંગ અને વોક અવે લોક, કૂલ્ડ ગ્લોવબોક્સ, સ્ટોરેજ સાથે ફ્રન્ટ આર્મરેસ્ટ, અપ્રોચ અનલોક અને 60 મીટર રેન્જની અંદર એન્જિન સ્ટાર્ટ સાથે એક નવી આઈ-કી પણ ઓફર કરાઈ છે. 

સેફ્ટી ફીચર્સ
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો ગ્રાહકોને 6 એરબેગ સેટઅપ, EBD સાથે ABS, ટ્રેક્શન કંટ્રોલ અને ટાયર  પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) જોવા મળે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news