બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં ગાબડું, ઊભા પાક પર ફરી વળ્યું પાણી
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠાંના ઢીમા પાસે ઢેરિયાણાની માઈનોર કેનાલમાં 10 ફૂટની ગાબડું પડ્યું છે. ગાબડું પડતાં કેનાલનુ પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી ગયું. તો પહેલા કમોસમી વરસાદ અને હવે કેનાલમાં ગાબડાના કારણે ઉભા પાક પર પાણી ફરી વળ્યું છે. જેને લઈને ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ છે. છેલ્લા 4 દિવસમાં 7 વખતમાં કેનાલમાં ગાબડું પડ્યું છે.