તહેવાર હોય ત્યારે દરેકને મીઠાઈ ખાવાનું મન થતું હોય છે, દરેક જીલ્લા અને રાજ્યની અલગ અલગ મીઠાઈઓ હોય છે, ત્યારે સ્વાદના શોખીનોની નગરી ગણાતા સુરત શહેરની ધારી દેશ અને દુનિયામાં જાણીતી છે. જોકે આ સિવાય પણ અનેક વાનગીઓ સુરતની દુનિયા ભરમાં જાણીતી છે. તહેવાર હોય કે પછી કોઈ પ્રસંગ દરેક પ્રસંગમાં મીઠાઈની હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઈ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે, ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. પેંડા, કાજુકતરી સહિતની મીઠાઈઓ 150 થી 1000 રૂપિયા સુધીની કિંમતમાં મળતી હોય છે, ત્યારે સુરતમાં સોનાની મીઠાઈ માર્કેટમાં મુકવામાં આવી છે. જેની કિંમત સાંભળશો તો ચક્કર આવી જશે, જીહાં અલગ અલગ ચાર વેરાયટી વાળી મીઠાઈ નો ભાવ 9000 રૂપિયે કિલોનો છે. હમણાં સુધી અન્ય મીઠાઈઓ પર ચાંદીની વરખ ચઢાવેલવામાં આવતી હોય છે. સુરતની 24 કેરેટ મીઠાઈના દુકાનદાર દ્વારા મીઠાઈઓ પર સંપૂર્ણ સોનાની વરખ ચઢાવવામાં આવી છે. અને આ સોનાની આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.