મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ડેમ તૂટ્યો, 2 લોકોના મોત
મહારાષ્ટ્રમાં આકાશમાં છવાયેલા વાદળો અને સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે. મંગળવારે પુણે ઉપરાંત મુંબઈના મલાડ અને કલ્યાણમાં દીવાલ પડવાના બનાવોમાં બે ડઝનથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. સતત વરસાદના કારણે સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી છે. હવે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો હોવાની માહિતી છે. ડેમ તૂટવાના કારણે પાસેના લગભગ 7 ગામોમાં પુરના પાણી ફરી વળ્યા છે અને અચાનક થયેલી આ દુર્ઘટનાથી ગામડાના લગભગ બે ડઝન લોકો ગૂમ થયેલા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોને 2 મૃતદેહ મળી આવ્યાં છે.