તાપી નદીમાં હોડી પલટી, 5 વર્ષની બાળકીનું મોત
તાપીમાં ઉચ્છલના વણઝારી ભીંતખુર્દ ગામે ગોઝારી ઘટના બની. તાપી નદીના વણઝારી ફુગારામા 13 લોકો સવાર હોડી પલટી મારી ગઇ હતી. ઉચ્છલના સુંદરપુરા ગામના કેટલાક લોકો તાપી નદીમાં હોડી લઈ સહેલગાહે નીકળ્યા હતા. હાલ 6ને બચાવી લેવાયા છે. જ્યારે પાંચ વર્ષની બાળકી એલીશાનો મૃતદેહ મળ્યો હતો. ઉચ્છલ પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઇ લોકોને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે.