લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આશરે 9 કરોડ મતદાતાઓ મતદાન કરશે. રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની સહિત 674 ઉમેદવારોનાં ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. સત્તાપક્ષ ભાજપ અને તેના સહયોગીઓ માટે આ તબક્કામાં ઘણું દાવ પર લાગેલું છે, કારણે 2014માં ચૂંટણીમાં ભાજપે તેમાંથી 40 સીટો પર વિજય મેળવ્યો હતો. બે સીટ પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.