ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા દ્વારા સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે NSUI ધ્વારા ABVP ના કાર્યાલય પર હુમલાનું કાવતરૂ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાની વાત કરી હતી. આ ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને ક્રાઇમબ્રાંચને સોંપી દેવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી