નવસારીમાં થયેલી 60 લાખના હિરાની લૂટ પ્રકરણનો ભેદ ઉકેલાયો. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી પોલિસ આરોપી સુધી પહોંચી હતી. હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા જ અન્ય ત્રણની મદદથી લૂંટને અંજામ આપ્યો હતી. પોલીસે કુલ 56.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.