બનાસકાંઠા: બનાસકાંઠામાં રાજનીતિના કટ્ટર હરીફો એક ટેબલ પર જોવા મળ્યા હતા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના દિકરાના લગ્નમાં શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર અને ગેનીબેન એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય હરીફ નેતાઓ એકબીજાને ચૂંટણી સમયે જાહેરમાં ટોકતા વારંવાર નજરે પડતા હતા પણ હવે સોશ્યલ મીડિયામાં જયારે લગ્નના ફોટા વાયરલ થઇ રહ્યા છે ત્યારે અટકળો લગાવામાં આવી રહી છે કે કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ શું અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાશે કે કેમ. ફોટાઓમાં ત્રણેય નેતાઓ વાતો કરતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.