શહેરના મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે એલજી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. અને કાંકરિયા ખાતે રાઈડ તુટતા 29 ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની મુલાકાત પણ લીધી હતી, પરંતુ આ મુલાકાત સમયે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતી વખતે ફરી એકવાર મેયર બીજલ પટેલ ભડક્યા હતા. તો સાથે જ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાઈડ તૂટવાની ઘટનામાં કોઈ જવાબદારી નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેમજ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની જવાબદારી અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.