અમદાવાદ: રસ્તાઓની બિસ્માર હાલતથી રાહદારીઓ પરેશાન, જુઓ `શું ખબર શહેરની?`
અમદાવાદમાં વરસાદ બંધ થયાને લગભગ 10 દિવસ જેટલો સમય થઈ ચુક્યો છે, ત્યારે વરસાદના કારણે શાંતિપુરા ચારરસ્તા પાસે લગભગ 1 કિલોમીટરનો માર્ગ તૂટી ચુક્યો છે. બોપલ અને તરફ સરખેજ તરફ જતો આ માર્ગ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ આશરે એક મહિના પહેલા તુટ્યો હતો જેને હજુ સુધી રીપેર પણ કરાયો નથી. રાહદારીઓ પરેશાન છે, ત્યારે વાહનોને કારણે સતત રોડ પર બંને તરફ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.