અમદાવાદ: પીરાણાના કચરાના ઢગલામાં લાગી આગ, ઝેરી ધુમડો ફેલાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની પીરાણા ખાતેની ડમ્પ સાઇટ વધુ એકવાર વિવાદમાં આવી છે. આજે ડમ્પ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગતા ખૂબજ મોટા પ્રમાણમાં ધૂમાડા નિકળવાની શરૂઆત થઇ. જે આસપાસના વિસ્તારમાં પ્રસરી જતા મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ સર્જાયુ. ઉલ્લેખનીય છેકે આ પૂર્વે પણ આવી જ રીતે પીરાણા ડમ્પ સાઇટ પર આગ લાગવાથી ઝેરી ધુમાડા નિકળવાની ઘટનાઓ બની ચૂકી છે. જે માટે તંત્ર દ્વારા હંમેશા કચરામાં ઉત્પન્ન થતા વિવિધ જ્વલનશીલ ગેસના કારણે આગ લાગતી હોવાનું કારણ આપવામાં આવે છે.. પરંતુ આજની આ ઘટના ગણતરીના કલાકો પહેલા ઠાલવવામાં આવેલા કચરામાં લાગી હોવાથી સાઇટ પરના કર્મચારીઓએ જ આગ લગાવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.