AMCના વિપક્ષી નેતા દિનેશ શર્માએ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.તેમણે આરોપ લગાવ્યા હતા કે આ બનાવ ભાજપના શાસકો અને તંત્રની ગંભીર બેદરકારી છતી કરે છે. કોર્ટની ફાટકાર બાદ પણ તંત્ર સંપૂર્ણપણે બેધ્યાન જોવા મળે છે. જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની અને મૃતકના પરિવારને આર્થિક વળતરની માંગ પણ દિનેશ શર્માએ કરી હતી.