અમદાવાદ : પોલીસ દ્વારા દરિયાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. CAA અને NRC મુદ્દે સમગ્ર દેશમાં વિરોધનાં વંટોળ વચ્ચે કોઇ પણ શક્યતાને ઉગતી જ ડામી દેવા માટે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદનાં સેન્સેટિવ વિસ્તારોમાં ખાસ તકેદારી રખાઇ રહી છે. જેનાં ભાગરૂપે આજે દરિયાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.