અમદાવાદમાં ચોમાસાના વરસાદના કારણે શહેરમાં ભુવા અને ખાડા પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે.શહેરમાં જાણે ખાડાઓ અને ભુવાનું સામ્રાજય હોયએ પ્રકારે નાગરિકો ખાડા અને તૂટેલા રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. છેલ્લા બે દિવસના વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાર્ગોનું જોરદાર ધોવાણ થયું છે. રસ્તાઓ તૂટતાં વાહનચાલકો ગંભીર હાલાકીનો ભોગ બની રહ્યા છે.