જુઓ UAPA સંશોધન બિલ અંગે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં શું કહ્યું
ગૃહ મંત્રી અમિત શાહે ગેરકાયદેસર ગતિવિધિઓ સંશોધન બિલ 2019 પર રાજ્યસભામાં જવાબ આપ્યો. શાહે કહ્યું કે બિલનો ઉદ્દેશ્ય આતંકવાદથી લડવાનો છે. તેઓએ કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ એકજૂથતા જરૂરી છે. શાહે વિપક્ષની એ દલીલને ફગાવી દીધી કે કાયદાનો ખોટો ઉપયોગ થશે.શાહે ગૃહમાં કહ્યું કે, 31 જુલાઈ 2019 સુધી NIAએ કુલ 278 મામલા કાયદા અંતર્ગત રજિસ્ટર કર્યા. 204 મામલામાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા અને 54 મામલામાં અત્યા સુધી ચુકાદા આવ્યા છે. 54માંથી 48 મામલામાં સજા થઈ છે. સજાનો દર 91% છે. દુનિયાભરની તમામ એજન્સીઓમાં NIAની સજાનો દર સૌથી વધુ છે.