વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કપાસની ખેતીને ફટકો પડ્યો છે. અને ખેડૂતો પરંપરાગત મગફળીની ખેતી લેતા થયા છે. પરંતુ હવામાનની આગાહી મુજબ અમરેલીના અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની આશા જીવંત બની છે. અને કદાચ તેમણે થોડા હેક્ટરમાં વાવેલો કપાસનો બાક બચી જાય તેવી આશા સેવાઈ રહી છે. જોઈએ ખેડૂતો કેમ કરી રહ્યાં છે અમરેલીમાં મગફળીનું વધુ વાવેતર તે અંગેનો આ અહેવાલ....