ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ગણપતિ ઉત્સવ ઉજવવા ભક્તો દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.ચાલુ વર્ષે પીઓપીની મૂર્તિઓના સ્થાને માટી માંથી બનેલી મૂર્તિઓનું ચલણ વધ્યું છે ત્યારે મોડાસામાં માટીના વાસણો બનાવતા પરિવારો પણ પર્યાવરણનું જતન કરવા માટીના ગણેશ બનાવી રહયા છે.