કચ્છના કંડલામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હાલમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગાર્ડ પર હુમલો થયો છે. અહીં લાકડી અને તલવારથી ગાર્ડ પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. હકીકતમાં ગાર્ડે પ્રવેશ કરતા અટકાવતા અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. આ મામલામાં આરોપી અક્રમ ચાવડા, ગની ચાવડા સહિત પાંચ સામે ફરિયાદ કરવામાં આવી છે.