ભારે વરસાદની આગાહીના પગલે યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી સર્વિસ બંધ
હવામાન વિભાગની આગાહી અને સતત બીજા દિવસે ભારે પવનને લઈ યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી સર્વિસ બંધ રાખવામાં આવી.યાત્રિકોની સલામતી ધ્યાનમાં રાખી મેરી ટાઈમ બોર્ડે ફેરી બંધ રાખવાનો નિર્ણય લીધો.દરિયામાં પવન અને મોજા હોવાથી ફેરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.જેને કારણે અનેક પ્રવાસીઓને બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા મળ્યા નહીં.પરંતુ તેઓની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્રએ નિર્ણય કર્યો.