મોરબી જીલ્લામાં આવેલા મંદિરોમાં ટંકારા ગામની મધ્યમાં ગામ ધણી તરીકે બિરાજતા લક્ષ્મી નારાયણ ભગવાનનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે 4૦૦ વર્ષ કરતા પણ વધારે જુનું આ મંદિર માત્ર ટંકારાના રહેવાસીઓ જ નહિ પરંતુ મુંબઈ, કચ્છ સહિતના ગામોમાં રહેતા લોકો માટે આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે અને સમગ્ર દેશમાં ભલે રાજાશાહી ના રહી હોય પરંતુ આજની તારીખે ટંકારાના લોકો લક્ષ્મી નારાયણ ભગવાનને રાજા જેટલું જ મહત્વ આપે છે અને આ મંદિરમાં દિવાળી સહિતના જેટલા પણ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે તેમાં સમગ્ર ગામ જોડાઈ છે.