જામનગર જિલ્લાના બાલચડી ખાતે આવેલ સૈનિક સ્કૂલ માં 58 મો વાર્ષિક ઉત્સવ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ઉજવાયો હતો. સ્કૂલ પટાંગણમાં સોર્ય સ્થળે આવેલ સ્મારકે શિક્ષણ મંત્રીએ પુષ્પાજલી અર્પણ કરી બાદમાં વાર્ષિક પ્રદર્શનને ખુલ્લો મુકયો હતો. સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની 150મી જન્મ જ્યંતી આધારિત જુદી-જુદી કૃતિઓ સ્ટેજ પરથી રજૂ કરવામાં હતી.