bitcoin કેસ: મારે પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી, હું સુસાઈડ કરું છું: નિશા ગોંડલિયા
ગુજરાતભરમાં બીટ કોઇન મામલે ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા પર ગઇકાલે ફરી બીજી વખત ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે જામનગરના યશપાલસિંહ જાડેજાના મળતિયાઓ દ્વારા કાર પર ફાયરિંગની ઘટનામાં નિશાના આબાદ બચાવ બાદ હવે નિશા ખુલીને ભૂમાફિયા જયેશ પટેલ સામે ચાલી રહેલી પોલીસ તપાસ અંગે પણ પોલીસ સામે સવાલો ઉભા કર્યા છે. ભૂ માફિયા સાથે જિલ્લા પોલીસ વડાની સંડોવણી તેમજ પોલીસ તપાસમાં ચાલતી લાલિયાવાડી સામે પણ આક્ષેપો સાથે સવાલો કર્યા છે. જયારે નિશાએ સુસાઈડ નોટ લખીને હવે સુસાઇડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો સામે તરફે જિલ્લા પોલીસ વડાએ પણ નિશા દ્વારા કરવામાં આક્ષેપોનો પત્રકાર પરિષદમાં જવાબ આપ્યો.