શું રાજકોટ જિલ્લા પંચાયતમાં થશે સત્તા પરિવર્તન?
રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 36 સભ્યો વાળી રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 6 જેટલા સભ્યો અસંતુષ્ટ હોવાથી ભાજપ તેનો ફાયદો ઉઠાવી શકે છે. હાલમાં જિલ્લા પંચાયતમાં ભાજપનાં 16 સભ્યો છે. જ્યારે કોંગ્રેસના 6 સભ્યો અસંતુષ્ટ હોવાથી ભાજપના હાથે જિલ્લા પંચાયતની સત્તા આવી શકે છે. જિલ્લા પંચાયતમા સત્તા હાંસલ કરવા 24 સભ્યો હોવા જરૂરી છે ત્યારે કોંગ્રેસની હાલની પરિસ્થિતિ જોતા જિલ્લા પંચાયતમાં ભાજપને ફાયદો થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.